દિલ્હી પોલીસ વિભાગમાંથી મહિલા 194 મહિલા હેડ કોન્સ્ટેબલ અને અન્ય મહિલા કોન્સ્ટેબલ માર્ચિંગ સ્કવોડમાં ભાગ લેશે
લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો નિર્ણય
પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં યોજાતો કાર્યક્રમ ભવ્ય હોય છે. આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના તેમજ રાજ્યના ફ્લોટના આકર્ષણ હોય છે તેમજ દેશની રક્ષા કરતી ત્રણેય પાંખોની પણ માર્ચ પાસ્ટ હોય છે. બે દિવસ પહેલા દિલ્હીના કર્તવ્ય પથ પર આ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.આ વર્ષે દિલ્હીમાં યોજાનાર આ કાર્યક્રમમાં દિલ્હી પોલીસ વિભાગમાંથી મહિલા પોલીસ કર્મીઓ આ પરેડમાં ભાગ લે નેતૃત્વ કરશે.
194 મહિલા હેડ કોન્સ્ટેબલ અને અન્ય મહિલા કોન્સ્ટેબલ માર્ચિંગ સ્કવોડમાં ભાગ લેશે. તેમનું નેતૃત્વ IPS અધિકારી શ્વેતા કે. સુગથન કરશે. દિલ્હી પોલીસના અધિકારીના જણાવ્યા મુજબ કે આ નિર્ણય લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વર્ષે મહિલા પોલીસની પાઇપ બેન્ડની આગેવાની પણ મહિલા અધિકારી કરશે. કોન્સ્ટેબલ રૂયાગનુઓ કેનસેને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ બેન્ડમાં કુલ 135 કોન્સ્ટેબલ છે,જેઓ સંગીતનાં સાધનોથી દિલ્હી પોલીસનાં ગીતો વગાડશે.
દિલ્હી પોલીસ અધિકારીએ કહ્યું- માર્ચિંગ સ્ક્વોડમાં 80%થી વધુ મહિલાઓ નોર્થ-ઈસ્ટ રાજ્યોની છે. અમારું માનવું છે કે પૂર્વોત્તર રાજ્યોના લોકોને પણ દેશના અન્ય રાજ્યોની જેમ સમાન તકો મળવી જોઈએ. તેથી, ભરતી વખતે પણ આ નીતિ અપનાવવામાં આવે છે કે પોલીસ ભરતી નોર્થ-ઈસ્ટના 8 રાજ્યોમાંથી જ થવી જોઈએ.આઝાદી બાદ દિલ્હી પોલીસને 15 વખત સર્વશ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી જાહેર કરવામાં આવી છે. છેલ્લી વખત 2021માં દિલ્હી પોલીસને બેસ્ટ માર્ચિંગ સ્ક્વોડનો ખિતાબ મળ્યો હતો. તે સમયે દિલ્હી પોલીસના અધિકારીઓએ શાંતિ સેવા અને ન્યાયની થીમ પર કૂચ કરી હતી.