- એન્ટીઓક્સીડન્ટ્સનો ખજાનો છે આ 1 ફૂલ
- ઈમ્યુનિટી વધારી ડાયાબિટીસ અને કેન્સરમાં પણ આપે છે રાહત
- હાર્ટની સમસ્યા દૂર કરી વજન ઘટાડવામાં મદદ કરશે
સુંદર અને ભૂરા રંગનું અપરાજિતાનું ફૂલ લોકો માટે પૂજાપાઠ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ફૂલ પોતાની સુંદરતાની સાથે સાથે હેલ્થ માટે પણ ફાયદારૂપ છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ્સની ભરમાર હોય છે. પી-કોમેરિક એસિડ, ડેલફિનિડિન-3, કેમ્ફેરોલ, 5-ગ્લોકોસાઈડ જેવા એન્ટીઓક્સીડન્ટના કારણે આ ફૂલ અનેક બીમારીમાં રાહત આપવાનું કામ કરે છે. તો જાણો આ ફૂલથી કયા ફાયદા થશે.
ઇમ્યુનિટી બૂસ્ટર
અપરાજિતાનું ફૂલ એન્ટીબેક્ટેરિયલ ગુણના કારણે ઈમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરવા માટે લાભદાયી છે. આ ઈન્ફ્લેમેશન અને ઈન્ફેક્શનથી બચવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં ફાયદારૂપ
અપરાજિતાનું ફૂલ વજન ઘટાડવામાં લાભદાયી સાબિત થાય છે. આ ફૂલથી બનતી ચા બોડીમાં મેટાબોલિઝમને વધારે છે અને બોડીમાં ફેટ બનતું નથી.
હાર્ટની તકલીફોમાં લાભદાયી
અપરાજિતાનું ફૂલ અનેક તત્વોથી ભરપૂર છે. જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ ડિસિઝનું રિસ્ક ઘટે છે.
કેન્સરનો ખતરો ઓછો રહે છે
અપરાજિતાના ફૂલનું સેવન કરવાથી કેન્સરનો ખતરો ઘટે છે. આ ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ્સ કેન્સર સેલ્સને વધવાથી રોકવામાં મદદરૂપ સાબિત થાય છે.
ડાયાબિટીસમાં પણ છે લાભદાયી
અપરાજિતાના ફૂલથી બનેલી ચા એન્ટી ડાયાબિટિક ગુણથી ભરપૂર છે. તેનાથી બોડીમાં ઈન્સ્યુલિનને બેલેન્સ રાખવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ શુગરની સમસ્યા થતી નથી.
સ્કીન અને વાળને માટે લાભદાયી
અપરાજિતાના પાનમાં રહેલું ફ્લેવોનોઈડ્સ વાળને સ્ટ્રોન્ગ બનાવવામાં મદદ કરે છે અને ગ્રોથને વધારે છે. તેમાંથી મળનારું એન્ટી ઓક્સીડન્ટ્સ સ્કીનને ફ્રી રેડિકલ્સથી થનારા નુકસાનથી બચાવે છે.