- MAFLD ની ઓળખ થોડી મુશ્કેલ હોય છે
- આ બીમારીનો કોઈ ઈલાજ નથી
- પેઢા અને નાકમાંથી લોહી આવવું મુખ્ય લક્ષણ
યુવાઓમાં આજકાલ એક સાયલન્ટ કિલર બીમારી ફેલાઈ રહી છે. આ બીમારીનું નામ છે મેટાબોલિક એસોસિએટેડ ફેટી લીવર ડિસિઝ એટલે કે MAFLD. સરળ શબ્દોમાં કહીએ તો લીવરમાં ફેટ વધવા જેવું હોય છે. એક્સપર્ટનું કહેવું છે કે MAFLD દરેક 3માંથી 1 વ્યક્તિને પોતાનો શિકાર બનાવે છે. જો તમે તેના લક્ષણો જાણી લેશો તો તમે તેની સારવાર કરી શકશો. તમે તેને બ્રશ કરતી સમયે ઓળખી શકો છો.
આ બીમારીનો કોઈ ઈલાજ નથી
યુવાઓ દ્વારા મોટા પ્રમાણમાં ફાસ્ટફૂડ, કોલ્ડડ્રિંક્સનું સેવન કરાય છે તેનાથી MAFLD નો ખતરો વધે છે. આ બીમારી એટલા માટે ખતરનાક છે કેમકે તેની સારવાર કરી શકાતી નથી અને તેના ગંભીર પરિણામો જોવા મળે છે. MAFLD ની ઓળખ થોડી મુશ્કેલ હોય છે. આ કારણે દર્દીએ લાંબા સમય સુધી આ બીમારીને ઓળખવામાં મુશ્કેલીનો અનુભવ કરવો પડે છે.
વધે છે લીવર સિરોસિસનો ખતરો પણ
MAFLD એટલા માટે ખતરનાક છે કેમકે તેને પકડવાનું મુશ્કેલ હોય છે. આ બીમારી પોતાના લાસ્ટ સ્ટેજ પર પહોંચી છે તો તેના કારણે લીવર સિરોસિસ થઈ શકે છે. જે લાંબા સમય સુધી લીવરને નુકસાન કરી રહ્યું છે અને તેની સારવાર પણ કરી શકાતી નથી. તો આ કારણે લીવર સિરોસિસ થઈ શકે છે, તે લીવરની તકલીફ છે. આ સમયે લીવર કામ તો કરે છે પણ તે ગમે ત્યારે બંધ થઈ શકે છે.
કેવી રીતે જાણશો આ બીમારીને
એક રિપોર્ટના અનુસાર જ્યારે તમે બ્રશ કરો છો તો તમે સિરોસિસના લક્ષણો જોઈ શકો છો. આ સમયે તમને પેઢામાંથી લોહી નીકળતું જોવા મળશે, આ સિવાય નાકમાંથી લોહી આવવું એ તેનું મુખ્ય લક્ષણ છે. જેમ લીવરને વધારે અસર થશે તેમ તમે તેના લક્ષણો પણ જોઈ શકો છો. જેમકે તમને વધારે થાક લાગે, ભૂખ ઓછી લાગે, વજન ઘટવા લાગે અને હથેળી પર લાલ ડાઘ જોવા મળે.