મિશન સ્માઈલ એ 69,000 થી વધુ ક્લેફટ દર્દીઓને સફળ સારવાર પ્રદાન કર્યું છે
મિશન સ્માઇલ, 80-6 અને FCRA રજિસ્ટર્ડ મેડિકલ ચેરિટી, મુથૂટ પપ્પાયન ફાઉન્ડેશન અને ગોકુલ હોસ્પિટલ ના સહયોગથી ગુજરાતના બાળકો અને યુવા વયસ્કોને વિના મૂલ્યે કક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ સુધારાત્મક શસ્ત્રક્રિયાઓ ઓફર કરે છે જે તા. 20મી જાન્યુઆરી થી 23મી જાન્યુઆરી 2024 દરમિયાન ગોકુલ હોસ્પિટલ, વિધ્યાનગર રોડ, રાજકોટ ખાતે કરવામા આવશે.
રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં પ્રથમ મેડિકલ મિશન છે. વડોદરા ખાતે છેલ્લા 6 વર્ષથી સતત અમો આ મિશન દ્વારા મુથુટ પપ્પાચન જૂથ સાથેની આ ભાગીદારી દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં 400 પ્લસ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. 20મી જાન્યુઆરીએ હોસ્પિટલમાં લગભગ 70-80 દર્દીઓની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ 21મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી, 2024 વચ્ચે સર્જરી કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ચાર દિવસીય ક્લેફ્ટ સર્જિકલ કેમ્પ (મિશન) દ્વારા સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક સર્જરી, ઓરલ અને મેકિસલોફેસિયલ સર્જરી, એનેસ્થેસિયોલોજી, બાળરોગ, દંત ચિકિત્સા અને નર્સિંગ ક્ષેત્રના તબીબી નિષ્ણાતોની ટીમ દ્વારા 50 થી વધુ ક્લેફ્ટ સર્જરી પ્રદાન કરશે.
મુથુટ પપ્પાચન ગ્રૂપની સીએસઆર શાખા મુથુટ પપ્પાયન ફાઉન્ડેશન (એમપીએફ) સમગ્ર મિશનમાં મદદ કરી રહી છે જેથી કરીને ગુજરાતના ક્લેફટની તકલીફ ધરાવતા અસરગ્રસ્ત બાળકોને મફત સર્જરીનો લાભ મળી શકે. મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન એ ઓકટોબર 2014માં મિશન સ્માઈલ સાથેની ભાગીદારીમાં મુથૂટ ફિનકોર્પ લિમિટેડ માટે ‘સ્માઈલ પ્લીઝ’ નો મુખ્ય સીએસઆર કાર્યક્રમ, કોટ્ટાયમ, કેરળ ખાતે શરુ કર્યો અને ત્યારથી 2790 બાળકો અને યુવાન વયસ્કોને સલામત, કસણાપૂર્ણ અને સર્વગ્રાહી સંભાળ અને શસ્ત્રક્રિયા પૂરી પાડવામાં મદદ કરી છે. સમગ્ર ભારતમાં મુથુટ પપ્પાચન ફાઉન્ડેશનની ભાગીદારીમાં ગુજરાતમાં આ પહેલ 7મી વખત યોજાઈ રહી છે. મિશન સ્માઇલ, મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં દર વર્ષે મફત કલેફટ સર્જરી આપીને ગુજરાતના બાળકોને મદદ કરવા આતુર છે. આયોજિત શિબિર માટે, અમે મુથુટ ફિનકોર્પ અને માઇક્રોફિન શાખાઓ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં કલેફ્ટ જાગૃતિ અભિયાનો યોજવાનું શરૂ કર્યું છે.
હોસ્પિટલ દર્દીની તપાસ અને ક્લેફ્ટની સમસ્યા ધરાવતા દર્દીનું નિદાન કરવા અને ઉપરોક્ત મિશન દરમિયાન
તેમને સર્જરીના ફાયદાઓ માટેની સમજ આપવામા પણ સક્રિયપણે ભાગ લઇ રહી છે.મિશન સ્માઇલ એ રજિસ્ટર્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે ક્લેટ લીપ ફાટેલા હોઠ, ક્લેફ્ટ પેલેટ ફાટેલા તાળવા અને ચહેરાની અન્ય વિકૃતિઓ સાથે જન્મેલા બાળકોને જીવન બદલી નાખતી શસ્ત્રક્રિયાઓ મફત આપવા માટે સમર્પિત છે. 2002 થી, મિશન સ્માઈલ એ 69,000 થી વધુ ક્લેફટ દર્દીઓને સફળ સારવાર પ્રદાન કર્યું છે અને 139 મિશન, 16 કેન્દ્રો દ્વારા સમગ્ર ભારતમાં અમારા સમર્પિત 45,500 થી વધુ બાળકો અને પુખ્ત વયના બાળકો અને ક્લેટને વિના મૂલ્યે શસ્ત્રક્રિયાઓ અને લેફટનું તપાસ તથા નિદાન કરી ચુક્યા છીએ. ગુવાહાટીમાં વ્યાપક ક્લેફ્ટ કેર સેન્ટર. અત્યાર સુધીમા મિશન સ્માઇલમા અંદાજે 1800 થી વધુ ભારત અને વિદેશના તબીબી અને બિન-તબીબી સ્વયંસેવકો આ પહેલમાં જોડાયા છે અને તેમની સેવાઓ આપી રહ્યા છે
સામાન્ય રીતે સર્જરીનો ખર્ચ 1.5 થી 2 લાખનો થતો હોઈ છે જે મિશન સ્માઈલ દર્દીઓને મફત પરિવહન, ભોજન, રહેઠાણ, તબીબી તપાસ, સર્જરી અને દવાઓ મળશે. શસ્ત્રક્રિયા પછી, દર્દીઓને ઓપરેશન પછીની સારવાર પણ મફત આપવામાં આવશે. આ વ્યાપક ક્લેફ્ટ સર્જરી મિશનના ભાગ રૂપે, જરૂરી દર્દીઓને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, પોષણ સહાય અને માર્ગદર્શન વગેરેની પણ ઍક્સેસ હશે જે તદ્દન મફત છે. 6 મહિના થી લઇ કોઈ પણ ઉંમર સુધી નાં લોકો આવી શકે છે.