- પેટના નીચેના ભાગમાં અસહનીય દર્દ થાય
- યૂરિનમાં ગંભીર ઈન્ફેક્શન થઈ શકે છે
- ડાયટમાં મીઠું ઓછું લેવાથી પણ થાય છે બીમારી
સની દેઓલ બોલિવૂડના એ સ્ટાર્સમાંથી એક છે જે દરેક એક્શન સીન પર વિશ્વાસ કરવા મજબૂર કરી દે છે. તે હેડપંપ ઉખાડે છે તો તેને જોતાં અનેકને સવાલ થાય કે આવું કેવી રીતે થઈ શકે છે. સની દેઓલને જોઈને કોઈ કહી શકે નહીં કે તેમને એક તકલીફમાં આ સીન કર્યો છે. જોકે તેઓએ શૂટિંગ અટકાવ્યું નહીં અને આ કામ ચાલુ રાખ્યું. જ્યારે તેઓ પિતા અને ભાઈ સાથે યમલા પગલા અને દીવાનાનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને આ બીમારીનો અહેસાસ થયો કે તેમને કિડનીમાં પથરી હતી. જો તમને પણ આ લક્ષણો દેખાય તો તેને ઈગ્નોર ન કરશો.
શું છે કિડનીમાં પથરીના લક્ષણો
- કિડનીમાં પથરી હોવી એ એક ગંભીર સમસ્યા છે, જેના કારણે પેટના નીચેના ભાગમાં અસહનીય દર્દ થાય છે.
- કિડનીમાં સ્ટોન હોવાના કારણે યૂરિન પણ મુશ્કેલીથી આવે છે અને તેના કારણે દર્દ થવા લાગે છે.
- વારેઘડી ઉલ્ટી જેવું થાય છે અને ગભરાટ અનુભવાય છે.
- યૂરિનમાં ગંભીર ઈન્ફેક્શન થઈ શકે છે અને સાથે સાથે વારંવાર યૂરિન પણ આવી શકે છે. જે લોકોમાં આ સમસ્યા ગંભીર બને છે તેમને યૂરિનની સાથે બ્લડ પણ આવે છે.
ન કરો આ ભૂલો
- તમારી ડેઈલી રૂટિનની કેટલીક ભૂલો તમારી કિડનીમાં સ્ટોનનું કારણ બની શકે છે. તેમાં પહેલી ભૂલ છે પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું.
- જે લોકો ડાયટમાં મીઠું ઓછું લે છે અને ફેટનું સેવન વધારે કરે છે તેમને કિડનીમાં પથરી થઈ શકે છે.
- શરીરમાં કેલ્શિયમ, યૂરિક એસિડ કે ઓક્સલેટ વધારે હોવાથી પણ પથરીનો ખતરો વધી શકે છે.
- જેમના ડાયટમાં પ્રોટીન વધારે હોય છે તેમને પણ પથરીની તકલીફ હોઈ શકે છે.
- જો પરિવારમાં કોઈને પથરી હોય તો પથરીની શક્યતાઓ વધી જાય છે.