- વરિયાળીને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો
- બીજા દિવસે સવારે ઉઠ્યા પછી તેને ગાળીને ગાળીને પી લો
- શેકેલી વરિયાળી અને વરિયાળીની ચા પણ કરશે મદદ
વજન ઘટાડવાનું કામ મુશ્કેલ માનવામાં આવે છે અને મોટાભાગે લોકો આજકાલ બેઠાળુ જીવનના કારણે આ મુશ્કેલીનો સામનો કરતા રહે છે.વજન વધી જવાનું કારણ તમારી ખોટી ડાયટની આદતો પણ હોઈ શકે છે. આ સમયે તમે કેટલાક ખાસ ઉપાયો અને કસરતને બદલે વરિયાળીનું ખાસ રીતે સેવન કરો છો તો પેટ અને સાથે જ કમરની વધારાની ચરબી પણ ઘટી જાય છે. તો જાણો વરિયાળી તમારું વજન ઘટાડવામાં કઈ રીતે તમારી મદદ કરે છે.
વરિયાળી દ્વારા વજન કેવી રીતે ઘટાડવું?
વરિયાળીનો ઉપયોગ સામાન્ય રીતે કુદરતી માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે તેની મદદથી વધતું વજન પણ ઘટાડી શકાય છે. તમારે ફક્ત તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાની જરૂર છે.
પલાળેલી વરિયાળીના બીજનું પાણી
જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો એક ચમચી વરિયાળીને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે ઉઠ્યા પછી તેને ગાળીને પી લો. આમ કરવાથી શરીરનો મેટાબોલિક રેટ વધશે. હકીકત એ છે કે વરિયાળીને 5 થી 6 કલાક પલાળી રાખવાથી તેના પોષક તત્વો પાણીમાં ભળી જાય છે, જેનાથી શરીરને ફાયદો થાય છે.
શેકેલા વરિયાળીના બીજ
ગળ્યું ખાવાની ઈચ્છા વજન ઘટાડવાની પ્રક્રિયાનો સૌથી મોટો દુશ્મન છે. તેને નિયંત્રિત કરવી મુશ્કેલ છે અને તેથી તમે તેના બદલે શેકેલા વરિયાળી ખાવાનું વિચારી શકો છો. તેને ગળી બનાવવા માટે તમે તેમાં ગોળનો પાવડર ઉમેરી શકો છો.
વરિયાળીની ચા
વરિયાળીના બીજનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત છે વરિયાળીની ચા પીવી. તે અસરકારક રીતે ભૂખની લાલસાને કાબૂમાં રાખે છે જે વજન ઘટાડવાનું સરળ બનાવે છે. આ ચાની મદદથી પાચનક્રિયા પણ સ્વસ્થ રહે છે. તેના માટે તમે એક કપ પાણીમાં એક ચપટી વરિયાળી ઉકાળો અને તેને પીવો.