- કલાકો સુધી બેસીને કામ કરવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે
- ગરદનનો દુઃખાવો અને જડતા જેવી બીમારીઓ થઈ શકે
- રોગપ્રતિકારક શક્તિ નબળી પડે તેમજ વજન વધી શકે છે
ઓફિસમાં કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરવાથી સ્વાસ્થ્ય પર સીધી અસર થતી હોય છે. સતત કામના દબાણમાં 8-9 કલાક બેસીને કામ કરવું એ સહેલી વાત નથી. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે.
કલાકો બેસી રહેવાથી સ્વાસ્થ્ય પર પડતી અસર
ઓફિસમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. ઓફિસમાં એકની એક જગ્યાએ બેસીને કામ કરવુ એ મુશ્કેલ બનતું હોય છે. આપણે કલાકો સુધી સતત કામ કરતા રહીએ છીએ. તે આપણા શરીર માટે નુકસાનકારક થઈ શકે છે. આ શરીરની સાથે સાથે મન માટે પણ ખતરનાક સાબિત થાય છે. તેની સીધી અસર હાડકાં પર પડતી હોય છે. જેના કારણે અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. સ્વાસ્થ્ય સંબંધી માટે કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે તે આ પ્રમાણે છે.
ગરદનનો દુઃખાવો અને જડતા
ઓફિસમાં સતત 8-9 કલાક બેસી રહેવાથી ગરદન અને ખભામાં અકડાઈ અને દુખાવો થાય છે. આ બધા સિવાય સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગ તેમજ કેન્સરનું જોખમ પણ વધી જાય છે.
રોગપ્રતિકારક શક્તિ નબળી બને
ઓફિસ જતાની સાથે જ તમે ખુરશી પર બેસો છો, જેના કારણે શરીરના કોષો ધીરે ધીરે નબળા થવા લાગે છે. આ રોગપ્રતિકારક શક્તિને ખૂબ અસર કરતી હોય છે. તે માટે આવી સ્થિતિમાં વચ્ચે-વચ્ચે બ્રેક લેવાનો પ્રયાસ કરવો જોઈએ તેમજ આવી પરસ્થિતિમાં કસરત કરવી જોઈએ.
પીઠનો દુઃખાવો
ઘર કે ઓફિસમાં લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી હાડકાં નબળા પડી જાય છે. ઘણી વખત તમે જોયું હશે કે એક જ સ્થિતિમાં બેસવાથી ઘૂંટણ અને કમરના ભાગમાં દુઃખાવો પણ થવા લાગે છે. વ્યક્તિએ બેઠક નોકરીઓ વચ્ચે વિરામ લેતા રહેવું જોઈએ. ખુરશી પર ખોટી મુદ્રામાં બેસીને કામ ન કરવુ કારમ કે તેનાથી કમરનો દુઃખાવો થઈ શકે છે.
વજન વધી શકે
સતત એક જ સ્થિતિમાં બેસી રહેવાથી શરીર અનેક રીતે બીમાર પડી શકે છે. કલાકો સુધી બેસી રહેવાથી કેલરી બર્ન થતી નથી. જેના કારણે વજન ધીમે ધીમે વધવા લાગે છે. વજન વધવાને કારણે ઘણી બીમારીઓ ઉતપન્ન થાય છે.