ઇમીટેશન માર્કેટમાં રામલલ્લા વનવાસથી પરત પધાર્યા હોય તેની જીવંત અનુભૂતિ
૧૫૦થી વધુ આર્ટિસ્ટોએ નોન સ્ટોપ ૪૮ કલાક જહેમત ઉઠાવીને ભગવાન રામના જીવન પ્રસંગોને રંગોળી પર સાક્ષાત કર્યા
ન ભૂતો, ન ભવિષ્ઠ એવો એક દિવ્ય માહોલ આજે સમગ્ર રાજકોટમાં સર્જાયો છે. શહેર આખુ ભગવાન રામની ભક્તિના રંગે રંગાયુ છે. ત્યારે ભગવાન શ્રી રામ ૧૬ વર્ષનો વનવાસ ભોગવીને પરત અયોધ્યા આવ્યા હોય તેની સાક્ષાત્કાર અનુભુતિ થાય તેવી રંગોળી સામકાંઠે ઇમીટેશન માર્કેટમાં બનાવવામા આવી છે. ૧૫૦થી વધુ આર્ટિસ્ટ અને સહાયકોએ સતત ૪૮ કલાક એટલે કે બે દિવસ સુધી દિવસ રાત નોનસ્પોટ કલાને ૨૧૦૦ ફૂટની રંગોળીમાં ઉતારી છે. ભાવનગર રોડથી સંતકબીર રોડ ચાલુ થાય ત્યાથી લઇને ઇમીટેશન માર્કેટ સુધી આ ૨૧૦૦ સ્ક્વેર ફૂટમાં રામલલ્લા, માતા સીતા, લક્ષ્મણજી વનવાસ કરીને અયોધ્યા પરત પધાર્યા હોય અને ત્યારે જે માહોલ હોય તેની દિવ્ય અનુભૂતિ આ વિશાળ રંગોળીમાં નિરૂપણ કરવામા આવી છે. અજંતા આર્ટસના સહયોગથી તેમજ રાજકોટ ઇમીટેશન જ્વેલર્સ એસસિએશનના મનિષભાઇ વસોયા, મધુવનભાઇ રાયઠઠ્ઠા તેમજ સહયોગી પીન્ટુભાઇ સહિતના ઉજવણીના આયોજનમાં સતત કાર્યરત રહ્યા છે.