અયોધ્યામાં રામ લલ્લા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના આનંદના અવસરને જામનગરના પાંચ કલાકારોએ રંગોળી દ્વારા વ્યક્ત કર્યો
આ વિશાળ રંગોળી બનાવતા કલાકારોને 36 કલાક થયા હતા અને 25 કિલો ચિરોળી કલરનો ઉપયોગ કરાયો.
અયોધ્યા મંદિર અયોધ્યામાં શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને લઈને જામનગર એમ પી શાહ કોમર્સ કોલેજમાં નવાનગર નેચર ક્લબ દ્વારા સાયકલોથનનું આયોજન કરવામાં આવ્યું હતું એ સાથે લોકોને પર્યાવરણ અંગે જાગૃત કરવા માટે ચિરોડીની સાડા બાર ફૂટની રંગોળી બનાવવામાં આવી છે. જામનગરના ઇતિહાસમાં આટલી મોટી રંગોળી પ્રથમ વખત બનાવવામાં આવી છે જેને બનાવવા માટે સતત 36 કલાકની જહેમત બાદ પાંચ કલાકારોએ આ સુંદર રંગોળી પૂર્ણ કરી હતી. આ રંગોળી બનાવવા માટે 25 કિલો જેટલો કલર વાપરવામાં આવ્યો હતો અને સાયકલોથોન બાદ જાહેર જનતા માટે આ રંગોળી ખુલ્લી મુકવામાં આવી હતી. ભગવાન શ્રીરામ તથા અયોધ્યા મંદિર અને વડાપ્રધાન મોદીની પ્રતિકૃતિ તેમાં દર્શાવવામાં આવી છે આકર્ષક રંગો અને અદભુત કલાકારીગીરી આ રંગોળીમાં દ્રશ્યમાન થઈ રહી છે.
જામનગરના બે બહેનો રોશનીબેન પાડલીયા તથા સ્નેહલબેન પોતાની સમગ્ર ટીમ સાથે ખભે ખભા મિલાવીને આ રંગોળી બનાવી હતી. રંગોળી સાથે જોડાયેલા દરેક કલાકાર પોતાની સામાજિક જવાબદારી સાથે કલાના ક્ષેત્રમાં આગવું પ્રદાન કરી રહ્યા છે આ બાબત નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન પર્યાવરણની પ્રવૃત્તિ સાથે કલાની પ્રવૃત્તિ જોડવાનો પ્રયાસ કરીએ છીએ. આ એક ઐતિહાસિક ક્ષણને કલામાં કંડારવાનો નાનકડો પ્રયાસ છે.
રોશનીબેન પાડલીયા જેવો પોતાના ક્લાસીસ ચલાવવા સાથે સાથે આ પ્રકારની પર્યાવરણ અને કલાની પ્રવૃત્તિ કરતા હોય છે. તેઓએ જણાવ્યું કે આ એક દેશ માટે યાદગાર અને ઐતિહાસિક ક્ષણ છે ત્યારે આ રંગોળી બનાવવાની પ્રવૃત્તિ સાથે જોડાવાનો મને ખૂબ જ આનંદ છે. જામનગરના સ્નેહલબેન પોતે અન્ય પ્રવૃત્તિ સાથે સાથે કલાની પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે તેઓએ પણ સતત છત્રીસ કલાક ટીમ સાથે આ રંગોળી બનાવવા માટે જહેમત ઉઠાવી છે. આ રંગોળી બનાવવા માટે મુખ્ય યોગદાન આપનાર આશુતોષભાઈ ભેડા કે જેઓ જામનગરના સિનિયર કલાકાર છે. કલા તેઓને વારસામાં મળી છે અને તેઓ માને છે કે પરમાત્માની કૃપા હોય તો જ કલાકાર બની શકાય. સ્કૂલમાં છેલ્લા 22 વર્ષથી તેઓ જોબ કરી રહ્યા છે સાથે સાથે કલા પ્રવૃત્તિનો વિકાસ થાય અને નવી પેઢી સુધી પહોંચે તે માટે તેઓ પ્રયત્નશીલ છે.અન્ય એક કલાકાર કૌશલ કાચા કે છે રિલાયન્સમાં જોબ કરવા સાથે સાથે કલા માં પણ પ્રવૃત્ત છે તેઓ દિવાળીના દિવસોમાં રંગોળીની પ્રવૃત્તિ કરતા હોય છે અને આ રંગોળીમાં પણ તેઓનું મહત્વનું પ્રદાન છે.
ધર્મેશભાઈ લીયા કે જેઓ પ્રાઈમરી શાળામાં નોકરી કરવા સાથે છેલ્લા 30 વર્ષથી કલાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.તેઓ કેનવાસ પેઇન્ટિંગ તથા અન્ય માધ્યમમાં પેઇન્ટિંગ કરે છે. અયોધ્યા મંદિર ભગવાન શ્રીરામ અને નરેન્દ્ર મોદીની આ ભવ્ય રંગોળી નિહાળવા માટે જામનગરવાસીઓમાં ભારે ઉત્સાહ છે ગઈકાલે રવિવારે સવારથી મોડે રાત્રે સુધી લોકોનો અવિરત પ્રવાહ રંગોળી જોવા માટે આવી રહ્યો હતો. લોકોએ આ પાંચે કલાકારોની કલાને બિરદાવી હતી.