- બટાકાની પેટીસને આપો નવો ટ્વિસ્ટ
- સાબુદાણા અને કેળાથી બનાવો ટેસ્ટી પેટીસ
- હેલ્થ અને ટેસ્ટ માટે રહેશે ખાસ
કેળા એ બટાકાનો ખાસ વિકલ્પ છે. પાકા કેળાના ગુણો તો ભરપૂર છે એટલા જ કાચા કેળાના ગુણો છે જ. આજે આપણે બટાકાની પેટીસના બદલે કાચા કેળા અને ઉપવાસમાં વપરાતા સાબુદાણામાંથી ટેસ્ટી અને હેલ્ધી પેટીસ બનાવીશું. જેનાથી હેલ્થ પણ સારી રહેશે અને સાથે નવો ટેસ્ટ પણ મળશે. તો નોંધી લો ફરાળી પેટીસની રેસિપિ.
સામગ્રી
- 3 નંગ કાચાં કેળાં
- 4 ટેબલ સ્પૂન સાબુદાણા
- 2 ટેબલ સ્પૂન શેકેલા શીંગદાણાનો ભૂકો
- 1 નંગ બાફેલું બટાકો
- 1 ટીસ્પૂન શીંગોડાંનો લોટ
- મીઠું સ્વાદ અનુસાર
- 1 ટીસ્પૂન વાટેલાં આદું-મરચાં
- 1/4 ટીસ્પૂન આખું જીરું
- ચપટી લીંબુનાં ફૂલ
- 1 ટીસ્પૂન ખાંડ
- 1 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
- તળવા માટે તેલ
રીત
સાબુદાણાને પલાળી લો. તે પોચા થાય એટલે તેને કોરા કરી લો. હવે કાચાં કેળાંને વરાળે બાફવાં. તેની છાલ કાઢી લો. હવે તેનો માવો તૈયાર કરી લો. તેમાં શિંગદાણા અને સાબુદાણા પણ મિક્સ કરો. હવે તેની પર શીંગોડાનો લોટ ભભરાવી લો. તેમાંથી નાના ગોળા વાળી પેટીસનો આકાર આપો. શીંગના ભૂકામાં રગદોળવા. આ રીતે બધી પેટીસ તૈયાર કરવી. નોન-સ્ટીકમાં થોડું તેલ મૂકતા જઈ ગુલાબી શેકવી અથવા વધુ તેલમાં ડીપ-ફ્રાય કરવી. ગરમાગરમ પેટીસને તમે દહીં, તીખી ચટણી કે ગળી ચટણી જોડે પીરસી શકશો. આ ફરાળી પેટીસ તમને ખૂબ જ ગમશે.