પ્રજાસતાક પર્વ પર દિલ્હી કર્તવ્ય પથ પર યોજાતી પરેડમાં રાજકોટ એન.સી.સીની ચાર કેડેટસ ભાગ લેશે
ધૃતિ ઢોલરીયા,કૃપાલી ગોસ્વામી,પારુલ સોલંકી અને તન્વી ગોસાઈએ કર્તવ્ય પથ સુધી પહોંચી રાજકોટનું ગૌરવ વધાર્યું
26 જાન્યુઆરીએ દિલ્હીમાં કર્તવ્ય પથ પર દેશભક્તિથી રંગાયેલી જુદા જુદા વિભાગોની પરેડ સહિતના કાર્યક્રમ હોય છે. કર્તવ્ય પથ પર ની આ માર્ચ પાસ્ટ માં ભાગ લેવો અથવા તો પોતાના રાજ્યનું નેતૃત્વ કરવું એ કોઈ પણ વ્યક્તિ માટે ગૌરવની બાબત હોય છે.તા. 26 જાન્યુઆરી 2024 ના રોજ કર્તવ્ય પથ પર થતી પરેડ આ વર્ષે રાજકોટ 2 ગુજરાત ગર્લ્સ બટાલિયનની ચાર એનસીસી કેડેટસની પસંદગી થઈ છે જે સમગ્ર રાજકોટ માટે ગૌરવની વાત છે. આ ચારેય વિદ્યાર્થીનીઓ એક મહિના પહેલા એટલે કે 27 ડિસેમ્બરના રોજ દિલ્હી પહોંચી ગયા હતા આ બાબત એનસીસી એડમિનિસ્ટ્રેટિવ હેડ એકતા જયેશ વાલે જણાવ્યું હતું કે એનસીસીની ચાર દીકરીઓ પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજરી આપે તે ખરેખર પ્રશંસા ને પાત્ર છે આ ચાર વિદ્યાર્થીનીઓ માં ધૃતિ ઢોલરીયા કણસાગરા મહિલા કોલેજના વિદ્યાર્થીની છે, કૃપાલી મહેશ ગીરી ગોસ્વામી એમ એન્ડ એન વિરાણી સાયન્સ કોલેજ ની વિદ્યાર્થીની છે તથા પારુલ સોલંકી એમ વી એમ કોલેજ ની વિદ્યાર્થીની છે તથા ગોસાઈ તન્વી. આ ચારેય વિદ્યાર્થીનીઓ પ્રજાસત્તાક પર્વની પરેડમાં ભાગ લેશે.
એનસીસી ની પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વની કામગીરી કરે છે ત્યારે રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં આવેલ એનસીસી હેડ ક્વાર્ટર માં એનસીસીની વિદ્યાર્થીનીઓને તૈયારી કરાવવામાં આવે છે આ બાબત પારુલ સોલંકી એ જણાવ્યું કે દરેક એનસીસી કેડેટનું સપનુ દિલ્હીની પરેડમાં ભાગ લેવાનું હોય છે.મારું પણ કર્તવ્ય પથ પર ચાલવાનું સપનું હતું.આરડીસી માટે તેણે છ કેમ્પ કરેલા છે અને પોતાની આ સફળતા માટે કોલેજ બટાલિયન,જીસીઆઈ મેડમ માતા પિતા બધાનો ખુબ સહકાર રહ્યો છે ધૃતિ ઢોલરીયા એ પણ આરડીસી કેમ્પ દિલ્હી પહેલા પાંચ કેમ્પ કરેલા છે પાંચ સિલેક્શનમાં સફળ થઈને અત્યારે તેણી દિલ્હી પહોંચ્યા છે અને પોતાની આ કામગીરી માટે માતા-પિતા કોલેજ અને બટાલીયન ના સહકાર ના કારણે તેઓ સફળ થયા છે દરેકનો તેઓ આભાર માને છે અન્ય વિદ્યાર્થીની કૃપાલી મહેશગીરી ગોસ્વામી જેઓનું કોલેજમાં સિલેક્શન થયું છે આ ઉપરાંત તેની નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પ વડોદરા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી માં થયેલ આરડીસી માટે ના સાત સિલેક્શન આપ્યા બાદ દિલ્હી પહોંચી શક્યા છે આ માટે તેઓ માતા-પિતા પરિવાર અને બટાલિયન તેમજ કલિગ નો આભાર માને છે અને તેના સાત સહકારના કારણે તેઓ સફળ થયા છે ગોસાઈ તન્વી કે આરડીસી પહેલા એક કેમ્પ તેણીએ જોઈન કરેલ છે 27 ડિસેમ્બરે દિલ્હી પહોંચ્યા બાદ પ્રેક્ટિસ લઈને વગેરે પ્રેક્ટિસ કરી હતી.ગાર્ડ ઓફ ઓનર આપવું એ ગૌરવ ની બાબત છે.આ બાબત તેઓ બટાલિયન કોલેજ તેમજ પરિવારજનનો આભાર માને છે.