- કાચા કેળાનું સેવન હેલ્થ માટે લાભદાયી
- પાચન સંબંધી તકલીફોને દૂર કરશે કેળાની કટલેટ
- બાળકોથી માંડીને મોટેરાંઓને આવશે પસંદ
સવારનો નાસ્તો દિલ જીતી લેનારો અને ટેસ્ટી હોય તો દિવસ બની જાય છે. મોટા ભાગે લોકો ઓછા સમયમાં સવારમાં બની જાય તેવો બ્રેકફાસ્ટ પસંદ કરે છે. જેમકે ઢોકળા, પૌંઆ વગેરે.. આ નાસ્તો તમને લાંબા સમય સુધી સાથ આપે છે. કેટલાક લોકો નાસ્તાના નામે ફક્ત દૂધ પી લેતા હોય છે. તો તમે પણ જો કટલેટ પસંદ કરો છો તો સવારના સમયે બટાકા ખાવાના બદલે કાચા કેળાની કટલેટ પસંદ કરી શકો છો. તે હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. આ સાથે તેનાથી હેલ્થને પણ અનેક ફાયદા થાય છે. તો જાણો સિમ્પલ સ્ટેપ્સની રેસિપિ.
કેળાની કટલેટ બનાવવાની સામગ્રી
- 3-4 નંગ કાચા કેળા
- 2-3 લીલા મરચા
- 1/2 કપ મેંદો
- 1 નાની વાટકી લીલા વટાણા
- 1 નાની ચમચી લાલ મરચું
- મીઠુ સ્વાદ અનુસાર
- 1 ચમચી શેકેલું જીરું
- જરૂરિયાત પ્રમાણે બ્રેડક્મ્બસ
- તળવા માટે તેલ
બનાવવાની રીત
સૌથી પહેલા તમે કેળાની છાલને ઉતારી લો અને ટુકડામાં કાપી લો. એક વાસણમાં પાણી ઉમેરો અને તેને ઉકાળો. જ્યારે કેળા પાકી જાય તો ગેસ પરથી ઉતારી લો. તમે વટાણાને મિક્સરમાં પીસી લો અને સામાન્ય ઉકાળો. એક બાઉલમાં મેંદો, કેળા અને વટાણાને મિક્સ કરો અને મેશ કરી લો. આ મિક્સમાં લાલ મરચું, જીરું અને લીલા મરચાને સ્વાદ અનુસાર મિક્સ કરી લો. આ મિશ્રણ વધારે કડક લાગે તો તેમાં પાણી મિક્સ કરો. તેના નાના બોલ્સ બનાવી લો. જે શેપ આપવો હોય તે શેપમાં આ મિશ્રણમાંથી કટલેટ બનાવો. હવે એક પ્લેટમાં બ્રેડ ક્રમ્બ્સ લો અને તેમાં કટલેટને રગદોળી લો. હવે એક કડાહી લો અને તેમાં તેલને ગરમ કરો. તેમાં આ કટલેટને ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. પેનમાં સામાન્ય શેકીને પણ તેને બનાવી શકાય છે. તેને પ્લેટમાં ગ્રીન ચટણી કે રેડ સોસ સાથે સર્વ કરી શકાય છે. તેને સાંજના નાસ્તામાં કે બ્રેકફાસ્ટમાં પણ ટ્રાય કરી શકાય છે. તો બનાવી લો આજે જ હેલ્ધી અને ટેસ્ટી કટલેટ.