આગેવાનોની ટીંગાટોળી કરાઈ, પોલીસ પકડે નહી તે માટે ઉમેદવારોએ સાંકળ બનાવી
PGVCLની વડી કચેરી ખાતે છેલ્લા પાંચ દિવસથી વિદ્યુત સહાયકની ભરતી કરવાની માંગ સાથે આંદોલન ઉપર ઉતરેલા ઉમેદવારોની છાવણી ઉપર અંતે પોલીસ ત્રાટકી હતી અને મંજૂરી વગર કરવામાં આવતા વિરોધ પ્રદર્શનને કચડી નાંખી પોલીસે આગેવાનોની ટીંગાટોળી સાથે ૮૭ ઉમેદવારોની અટકાયત કરતાઆંદોલન સમેટાયું હતું.
છેલ્લા ચાર દિવસથી ૨૦૦થી વધુ એપ્રિન્ટસ ઉમેદવારો દ્વારા વીજ કચેરી ખાતે ડેરાતંબુ નાંખી ઉંગ સુત્રોચ્ચાર- ધરણા અને ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું. વીજ તંત્ર દ્વારા આંદોલનકારીઓ સાથે ચાર વખત મંત્રણા પણ કરવામાં આવી હતી. પરતું ઉમેદવારોએ કરેલ માંગણી ગેરવાજબી હોય માંગણી સ્વિકારવામાં આવી ન હતી.આજે સોમવારે આંદોલન પાંચમાં દિવસમાં પ્રવેશ્યું હતું. અને બેકારોના આંદોલને આજે કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું.
ગઈ કાલે બપોર સુધી ઉમેદવારો દ્વારા ઉર્જામંત્રી-PGVCL વિરૂધ્ધ નારેબાજી કરી હતી. બાદમાં ૩ વાગ્યાની આસપાસ માલવીયાનગર પોલીસનો કાફલો આંદોલન છાવણીમાં ત્રાટક્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસની કોઈ 5 પણ જાતની મંજૂરી વગર ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હોવાથી પોલીસ કમિશ્નરના જાહેરનામાં પ્રમાણે ચારથી વધુ વ્યક્તિઓને એકઠા થવાની મનાઈ હોવાથી આંદોલન સમેટવા તાકિદ કરવામાં આવી હતી. પરતું ઉમેદવારો દ્વારા પોલીસની વિંનંતિને ઠુકરાવી દેતા પોલીસે આક્રમક બની તમામ આંદોલનકારીઓની અટકાયત કરવાની જાહેરાત કરી હતી. ઉમેદવારોના આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પોલીસ આગેવાનોની અટકાયત ન કરી શકે તે માટે ઉમેદવારોએ સાંકળ બનાવી હતી. આમ છતાં પણ પોલીસે તમામની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.