- હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલમાં દરિંદગીની તમામ હદ વટાવી
- આતંકવાદીઓએ ઘુસણખોરી કરી સામાન્ય લોકોને નિશાન બનાવવાની શરૂઆત કરી
- લોકોને ખુલ્લેઆમ ગોળીઓ મારવા ઉપરાંત મહિલાઓનું અપહરણ
હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલમાં દરિંદગીની તમામ હદ વટાવી દીધી હતી. આતંકવાદીઓએ ઘુસણખોરી કર્યા બાદ સૌથી પહેલાં સામાન્ય લોકોને નિશાન બનાવવાની શરૂઆત કરી હતી. લોકોને ખુલ્લેઆમ ગોળીઓ મારવા ઉપરાંત આતંકવાદીઓ મહિલાઓનું અપહરણ કરી રહ્યા છે. આ ઉપરાંત આતંકવાદીઓએ એક વિદેશી મહિલાને પણ બંધક બનાવી દીધી હતી જે પછી તેને નિર્વસ્ત્ર કરીને એક વાહન પર રાખી દીધી હતી અને મહિલાને નગ્ન પરેડ કરાવી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પેલેસ્ટેનિયન આતંકીઓ અલ્લાહુ અકબરના નારા પણ લગાવી રહ્યા છે. આ પ્રકારની નારાબાજી વચ્ચે આતંકવાદીઓએ મહિલાને પ્રતાડિત કરી હતી. પહેલાં એવું માનવામાં આવ્યું હતું કે મહિલા ઇઝરાયલી સેનાની સૈનિક હતી જો કે હવે તેની અસલ ઓળખ સામે આવી છે. વાસ્તવમાં આ મહિલા એક જર્મન નાગરિક છે જે મ્યૂઝિક પાર્ટીમાં ભાગ લેવા માટે ઇઝરાયલ આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં આતંકવાદીઓ નીચતાની તમામ હદ પાર કરી દેતાં દેખાય છે અને મહિલા પર થૂંકતા પણ દેખાય છે.