યુદ્ધ તેમજ આર્થિક સંકટ સામે દુનિયાભરમાં સોનાની ડિમાન્ડ ઝડપથી વધે છે
આવા સમયે સોનામાં ઇન્વેસ્ટર્સ સૌથી વધુ ઇન્વેસ્ટ કરે છે કારણકે તેને સૌથી વધુ સુરક્ષિત
Updated: Oct 9th, 2023
Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હાલ યુદ્ધની સ્થિતિ છે, જેમાં અત્યાર સુધી 500થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેમજ ઇઝરાયેલે એવો પણ દાવો કર્યો છે કે તેને હમાસના 400થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા છે. આજ સમય દરમ્યાન દુનિયાભરમાં સોનું અને ચાંદીની માંગ વધી રહી છે.
સોના-ચાંદીની માંગમાં વધારો
હવે ભારતમાં પણ તહેવારોની સીઝન શરુ થઇ છે ત્યારે સોના-ચાંદીની માંગ પણ વધારવામાં આવી છે. હકીકતમાં યુદ્ધ કે આર્થિક સંકટ દરમ્યાન દુનિયાભરમાં ગોલ્ડની ડિમાન્ડમાં વધારો થાય છે. કારણને કે આવી સ્થિતિમાં ઇન્વેસ્ટર્સ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનું વધુ પસંદ કરે છે. તેમના મતે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ એ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. આંતરરાષ્ટ્રીય ઉથલ-પુથલ દરમ્યાન ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ ગોલ્ડ માનવામાં આવે છે. ઇન્વેસ્ટર્સ આંતરરાષ્ટ્રીય ઉથલ-પુથલ દરમ્યાન ડોલર મજબુત બને છે અને ગોલ્ડની માંગ વધે છે.
સોનાના પ્રીમિયમમાં થયો વધારો
ઇઝરાયેલ અને ગાઝા યુધ્ધના કારણે ફીઝીકલ માર્કેટમાં સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. સોનાનું પ્રીમીયમ વધીને 700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે અને હજુ વધી શકે તેવી પણ સંભાવના છે. જેના કારણે દિલ્લીના અમુક વેપારી સોનું વેચવા પણ રાજી નથી.
ચાંદીનું પણ પ્રીમીયમ વધ્યું
આ સિવાય ચાંદીની પ્રીમીયમ પણ રૂ 1000 પ્રતિ કિલોથી વધીને રૂ 3500 થયું હતું. જો કોઈ મેટલના પ્રીમિયમમાં વધારો થાય છે તો તેની કિમતમાં પણ ઉછાળો આવી શકે તેવા સંકેતો મળે છે.