એરપોર્ટથી રેસકોર્ષ રીંગરોડ રોડ શો કરી બાદમાં જાહેરસભા યોજશે
આગામી ૨૫મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટમાં એઇમ્સ સહિતના અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ માટે આવી રહ્યા છે. આ અનુસંધાને તેઓ રાજકોટમાં રોડ શો કરશે. તેમજ જાહેરસભા સંબોધશે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાનના રાજકોટ આગમન સાથે એરપોર્ટથી રેસકોર્ષ રીંગ રોડનો એક કિ.મી.નો ભવ્ય રોડ શો યોજાશે. શહેર ભાજપ દ્વારા તથા નગરજનો દ્વારા અદકેરૂ સ્વાગત કરવામાં આવશે. રાજકોટને એઇમ્સ, પીએમ આવાસ યોજના, ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત અનેક પ્રકલ્પો વડાપ્રધાને ભેટ આપ્યા છે ત્યારે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા માટે તડામાર તૈયારીઓ ચાલે છે.