રાજકોટમાં રહેતી મહિલાની પજવણી કરતા શખ્સ સામે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આરોપી મહિલાને ફોન પર ખરાબ વાતો કરી દુષ્કર્મ ગુજારવાની ધમકી આપ્યાની અજાણ્યા શખ્સ સામે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહિલા ગત તા.3૧ના ઘરે હતી ત્યારે તેની માતાના ફોનમાં કોલ આવ્યો હતો. જે કોલ કરનાર આરોપીએ પ્રથમ તેની સાથે ખરાબ વાતો કરી હતી. બાદમાં મહિલાએ તેની પાસેથી ફોન લઇ લેતા ફોન કરનારે તેની સાથે પણ ખરાબ વાતો કરી બિભત્સ માંગણી કરી હતી. તેમજ તેને દુષ્કર્મ ગુજારવાની ધમકી આપી હતી. તેણે તેને ફોન આપતાં આરોપીએ ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર બાદ આરોપીએ મહાલના મોબાઇલમાં કોલ કરી ખરાબ વાતો કરી મને તું બહુ જ ગમે છે તારી સાથે પ્રેમ છે કહી ધમકી આપી હતી. આવી રીતે આરોપી અવાર-નવાર હેરાન કરતો હોવાથી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.