દેશ કાજ પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવીએ.
પેટા:રાગ દ્વેષ કડવાશ કડવાશ ભૂલીને દુઃખની ફરિયાદ કરવા કરતાં જે મળ્યું છે તેને માણીને વસંતનો અનુભવ કરીએ.
આજે 14 ફેબ્રુઆરી એટલે યુવા દિલોનો ખાસ ઉત્સવ વેલેન્ટાઇન ડે સાથે વસંતોત્સવ એટલે વસંત પંચમી પણ છે એ સાથે પુલવામા એટેક માં શહીદ થનાર વીરો ને યાદ કરવાનો દિવસ પણ છે.આજે. દેશ અને દેશવાસીઓ માટે શહીદ થનાર વીરોને વંદન કરીએ
ઋતુઓનો શ્રેષ્ઠ કાળ વસંત પંચમી છે,તે જ રીતે સ્નેહ ભર્યા હૈયા માટે પણ વેલેન્ટાઇન ડે ખાસ છે.વસંત ઋતુમાં સમગ્ર પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે નવીનતા ગ્રહણ કરે છે શુષ્ક વાતાવરણ અને ઠંડીનો માહોલ દૂર થાય છે તથા પ્રસન્નતા અને ઉલ્લાસના વાતાવરણનો આરંભ થાય છે. પ્રકૃતિ અને ઋતુ પોતાનો મૂળ સ્વભાવ ત્યાગી અને નવા શણગાર સજે છે,ઠંડી દૂર થાય છે અને ઉષ્મા ભર્યો માહોલ નો આરંભ થાય છે જુના સૂકા પર્ણો ખરી પડે છે અને લીલાછમ નવા પર્ણો આવે છે દેવ મંદિરોમાં પણ ભગવાનને નવા શણગાર કરાય છે, ભોગ ધરાવાય છે અને પૂજન કરાય છે તો આજ રીતે શું આપણે પણ જીવનના દરેક દિવસે વસંતનો અનુભવ ન કરી શકીએ? રાગ દ્વેષ ,કડવાશ,નફરત ભૂલીને પ્રેમ ભાઈચારો સ્નેહ વડે સીંચીને વસંત પંચમીની ઉજવણી ન કરી શકીએ? ફક્ત એક જ દિવસ શા માટે? જીવન એવું જીવીએ તે કાયમ વસંતનો જ અનુભવ થાય.જીવનના જે કાંઈ પ્રશ્નો છે,ફરિયાદો છે તેંનો ઉકેલ હકારાત્મક વિચારસરણીથી લાવીએ. આપણા વહાલસોયા મિત્રો,સ્વજનો,પરિવારજનો સાથે પ્રેમમય જીવન જીવીએ કે જ્યારે આપણે આ દુનિયામાં ન હોઈએ ત્યારે પણ તેઓ આપણા સ્નેહની મહેક કાયમ અનુભવતા રહે.વાસંતી વાયરા આપે છે જીવન જીવવાની શીખ તો જૂનું ભૂલીને શું નવું જીવન જીવી ન શકીએ? નવા દ્રષ્ટિકોણથી વિચારીએ તો કદાચ વસંત પંચમીની ઉજવણી કાયમ કરી શકાય દરરોજ જીવન કેશુડાના ફૂલોની જેમ મઘમઘે અને હોળીના રંગો ની જેમ ચમકી ઉઠે અને તો ક્યાંય જીવન પ્રત્યે ફરિયાદ ન રહે કોઈ વ્યક્તિ પ્રત્યે અણગમો ન રહે..રહે તો ફક્ત પ્રેમ,આનંદ અને ખુશી.તો આ વસંત પંચમીએ પ્રકૃતિ સાથે સાથે આપણાં જીવનમાં પણ નવા ઉમંગનાં રંગો ભરીએ અને વસંતના વધામણાં સાથે સુખી જીવનના ઓવારણાં પણ લઈએ.આજના દિવસે આપણને સુરક્ષા આપનાર,દેશ કાજ જાન ન્યોછાવર કરનાર શહીદોને પણ યાદ શ્રદ્ધાંજલિ પાઠવીએ.