- પૂર્વ રક્ષામંત્રી એવિગ્ડોરનું મોટું નિવેદન
- હમાસના આકાઓને આપી મોટી ધમકી
- જેને સમર્થન આપ્યું એ યુદ્ધમાં ઊતર્યા સમજો
શનિવારે સવારે ઈઝરાયેલમાં પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસ દ્વારા કરવામાં આવેલા મોટા હુમલામાં અત્યાર સુધીમાં 800 થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હુમલા બાદ કહ્યું કે હમાસને આ યુદ્ધની ભારે કિંમત ચૂકવવી પડશે. આ હુમલા પર ઈઝરાયેલના પૂર્વ રક્ષા મંત્રી એવિગ્ડોર લિબરમેને વિદેશમાં બેઠેલા હમાસ નેતાઓને મારી નાખવાની ધમકી આપી છે.
ભારે કિંમત ચૂકવવી પડશે
રક્ષા મંત્રી લિબરમેને મોસાદ અને અન્ય એજન્સીઓને વિદેશમાં બેઠેલા હમાસના નેતાઓને ખતમ કરવા કહ્યું છે. જેમણે વિદેશમાં બેસીને ઈઝરાયેલ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલના સંરક્ષણ દળના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ હમાસ દ્વારા શરૂ કરાયેલા આ યુદ્ધને યુદ્ધ અપરાધ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જેણે પણ આ યુદ્ધમાં હમાસને સમર્થન આપ્યું છે અને યુદ્ધમાં પ્રવેશ કર્યો છે. તેણે તેની કિંમત ચૂકવવી પડશે. હમાસના હુમલાએ સમગ્ર ઈઝરાયેલને હચમચાવી નાખ્યું છે. ઇઝરાયેલની કેબિનેટે હમાસ સામે સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે.
સૈન્ય કાર્યવાહી કરાશે
કેબિનેટે કહ્યું છે કે દેશ યુદ્ધની પકડમાં છે, આવી સ્થિતિમાં સરકાર તેના દુશ્મનો સામે સૈન્ય કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે અધિકૃત છે. હગારીએ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કહ્યું છે કે, હમાસ દ્વારા કરાયેલો ક્રૂર હુમલો યુદ્ધ અપરાધ છે. કોઈપણ રીતે મહિલાઓ અને બાળકોનું અપહરણ અને અટકાયત એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે અને ઇસ્લામ વિરુદ્ધ છે. આ હુમલામાં જેનો હાથ છે અને જે પણ દેશ આ ષડયંત્ર પાછળ બેઠો છે તેણે તેની કિંમત ચૂકવવી પડશે.
હુમલામા માહોલમાં નિવેદન
હગારીનું આ નિવેદન હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલા વચ્ચે આવ્યું છે. હમાસે દાવો કર્યો છે કે, તેણે શનિવારે ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડ્યા હતા. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલમાં ઘૂસી ગયા છે અને ગોળીબાર કર્યો છે અને 150 થી વધુ ઇઝરાયેલ નાગરિકોનું અપહરણ કર્યું છે. દરમિયાન હમાસે પોતે સ્વીકાર્યું છે કે તેને આ હુમલામાં ઈરાન પાસેથી મદદ મળી છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી પણ હમાસ સાથે સતત સંપર્કમાં છે. ઈઝરાયેલના હુમલામાં ઉપયોગમાં લેવાતા રોકેટ માટે ઉત્પાદન સામગ્રી તુર્કીમાંથી મંગાવવામાં આવી છે. એટલું જ નહીં, અગાઉ પણ કતાર વિશે એવી માહિતી આવી છે કે હમાસને કતાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. એટલું જ નહીં આ હુમલા માટે કતાર સીધો ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યો છે.