- અનેક અમેરિકી નાગરિકોની કોઈ જાણકારી નથી
- અમેરિકાએ અન્ય દેશોને યુદ્ધથી દૂર રહેવાની આપી ચેતવણી
- બાઈડેને બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરીને મદદની ખાતરી આપી
ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 900થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા છે અને 9 અમેરિકન નાગરિકો પણ માર્યા ગયેલા લોકોમાં સામેલ છે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ સોમવારે પુષ્ટિ કરી હતી. આ સિવાય ઘણા અમેરિકન નાગરિકો હજુ પણ ગુમ છે, જેમના ઠેકાણા શોધવામાં આવી રહ્યા છે, જ્યારે અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે અને અન્ય દેશોને આ યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી છે અને મદદની ખાતરી આપી છે.
શનિવારથી ચાલુ થયું યુદ્ધ
પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસના લડવૈયાઓએ શનિવારે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઉગ્રવાદીઓ દ્વારા એક પછી એક હજારો રોકેટ છોડવામાં આવ્યા, આ સિવાય હવાઈ, જમીન અને દરિયાઈ સીમામાં ઘૂસીને નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો. એક રિપોર્ટ અનુસાર આ હુમલાઓને કારણે 700થી વધુ ઇઝરાયલી નાગરિકોના મોત થયા છે, આ સિવાય 9 અમેરિકન નાગરિકો પણ મૃતકોમાં સામેલ છે.
અમેરિકાએ શોક વ્યક્ત કર્યો
ઈઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા મોટા હુમલામાં અમેરિકન નાગરિકોના મોત પર અમેરિકાએ શોક વ્યક્ત કર્યો છે, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું છે કે – ‘આ સમયે અમે નવ અમેરિકન નાગરિકોના મોતની પુષ્ટિ કરી શકીએ છીએ. અમે પીડિતોના પરિવારો અને તમામ અસરગ્રસ્તો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ. અમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીએ છીએ અને ઇઝરાયેલ સાથે સતત સંપર્કમાં છીએ.
ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢવામાં આવી રહ્યા છે
સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેટ મિલરે કહ્યું કે અમેરિકા સતત ઈઝરાયેલના સંપર્કમાં છે અને ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢવામાં આવી રહ્યા છે. આ માટે ઈઝરાયેલમાં ઘણા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, ટૂંક સમયમાં તમામ અમેરિકન નાગરિકોને શોધી કાઢવામાં આવશે. માર્યા ગયેલા નવ નાગરિકોના પરિવારજનોને સહાય આપવામાં આવી રહી છે.
જો બાઈડેને નેતન્યાહુ સાથે વાત કરી હતી
શનિવારે હમાસના હુમલાના એક દિવસ બાદ અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન જાહેર કર્યું હતું. રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી અને ઇઝરાયેલના સંરક્ષણ દળોને વધારાની સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું. અમેરિકાએ અન્ય દેશોને પણ આ સંઘર્ષથી દૂર રહેવા ચેતવણી આપી છે.