શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી ચૂંટણીનો શંખનાદ ફુંકાઈ ગયો છે ત્યારે પ્રદેશ ભાજપના અઘ્યક્ષ સી.આર.પાટીલજીના નેતૃત્વમાં ગુજરાતની તમામ બેઠકો પર ભાજપાના ઉમેદવારો પાંચ લાખથી વધુ લીડથી જીતે તે માટે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા મઘ્યસ્થ કાર્યાલયનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોકસભા મઘ્યસ્થ કાર્યાલય, ૧૫૦ ફુટ રીગ રોડ, પાણીના ટાંકાની બાજુમાં, રૈયા ટેલીફોન એક્સ્ચેન્જ સામે મોહનભાઈ કુંડારીયાના કાર્યાલય ખાતે આ લોકસભા મઘ્યસ્થ કાર્યાલયની વ્યવસ્થા માટે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ લોકસભા સંયોજક રમેશભાઈ રૂપાપરાની આગેવાનીમાં દરરોજ સવાર સાંજ ઈન્ચાર્જ મયુરભાઈ શાહ અને સહઈન્ચાર્જ દશરથભાઈ વાળાએ જવાબદારી સંભાળી લોકસભામાં ભાજપના નેતાઓ, ભાજપના કાર્યકર્તાઓ ચુંટણીલક્ષી બેઠકો સંપૂર્ણ વ્યવસ્થા વિવિધ પ્લાનીંગ સાથે શુભ વાસ્તુનો ઉપયોગ કરી ચાલુ કરવામાં આવેલ છે. લોકસભા રાજકોટ–૧૦ના ઉમેદવાર તરીકે પરષોતમભાઈ રૂપાલાની જાહેરાત કરવામાં આવેલ અને તાજેતરમાં તેઓએ ભાજપના અગ્રણી આગેવાનો તેમજ સાંસદ, ધારાસભ્યશ્રીઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજવામાં આવી હતી. લોકસભા મઘ્યસ્થ કાર્યાલયની વ્યવસ્થા માટે ભાજપના અગ્રણી આગેવાનો, નેતાઓએ કાર્યાલયની પ્રસંશા કરેલ હતી. આ વ્યવસ્થા માટે ઈન્ચાર્જ મયુરભાઈ શાહ તેમજ સહઈન્ચાર્જ દશરથભાઈ વાળા તેમજ કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, અશ્વિનભાઈ ભોરણીયા, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મીરાણીએ બેઠક વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી.