આધાર-પુરાવામાં કારીગરી કરી ૨૦ ફલેટ પોતાના અને સગાસંબંધીના નામે મેળવી લીધા
મનપાના અધિકારીઓ સાથે ટેબલ નીચે મોટો વહીવટ થયાની પણ ચર્ચા, જાણકારો પાસે છે પુખ્તા સબુત
સરકારી આવાસ ખરેખર જેના માટે બને છે તેને લાભ મળવા કરતા રાજકીય અને અન્ય વગ ધરાવનારાઓ માલેતુજાર કાગળ પર ગરીબ બની જઇને ફ્લેટ હડપ કરી લે છે. ભુતકાળમાં આવા અનેક કૌભાંડો ખુલ્યાં છે. તપાસના નામે આવા રાજકીય વગ ધરાવનારાઓ સામે સમ ખાવા પુરતા પણ કોઇ પગલાં લેવાયા નથી. ઓનપેપર કૌભાંડ સામે આવવા છતા ફોજદારી ફરિયાદ પણ થઇ નથી. વધુ એક આવુ તોસ્તાન કૌભાંડ સામાકાંઠઠે સંતકબીર રોડ પર ગોકુલનગર આવાસમાં થયુ છે. કોર્પોરેટરના પતિ કવા ગોલતર અને મનસુખ જાદવે કૂપન, આધારકાર્ડ અને મનપાના અધિકારી સાથે સેટિંગ કરી એક બે નહીં પણ સગા વ્હાલાઓના નામે અનેક ફ્લેટ ગેરકાયદેસર રીતે લઇ લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
શહેરના સામાકાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પાસે ગોકુલનગર આવાસ યોજના આવેલી છે. આ યોજનાના પ્રથમ ડ્રોમાં પૂર્વ કોર્પોરેટરે પોતાના સગા સંબંધીઓ કે જે તે વિસ્તારમાં રહેતા પણ ન હતા તેમને ગોઠવી દીધા હતા. જે મામલે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. બે વર્ષ બાદ આ આવાસમાં જે ખાલી ફલેટ હતા તેનો ફરી ડ્રો નક્કી કરાયો હતો. જે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં કરાયો હતો તેમાં પણ જબરૂ કૌભાંડ થયું છે. આ વખતે વર્તમાન કોર્પોરેટર વજીબેન અને દેવુબેનના પતિ અનુક્રમે કવા ગોલતર અને મનસુખ જાદવે પોતાના ભાઇઓ અને સગાઓના નામે ૨૦ ફલેટ લાભાર્થીની યાદીમાં ઘૂસીને મેળવી લીધા છે એક ફલેટ તો મનસુખ જાદવે પોતાના નામે જ લીધો છે. ગોકુલનગર આવાસ યોજના સ્લમ ડેવલપમેન્ટ માટે બનાવાઇ હતી. તે સ્થળે ઝુંપડપટ્ટી હતી તેને દૂર કરીને ત્યાં રહેતા લોકો માટે આવાસ બનાવાયા હતા. જો કે પૂર્વ કોર્પોરેટર ગેલા રબારીએ તેમાં સેટીંગ પાડીને પોતાના સગા વ્હાલાના નામ લાભાર્થીમાં ઉમેર્યા હતાં.
આ આવાસ યોજનામાં ખાલી પડેલા ૬૬ અને તેની બાજુની આવાસ યોજના સહિત કુલ ૧૯3 ખાલી આવાસમાં સાગરનગર અને બેટ દ્વારકાની ઝુંપડપટ્ટી ખાલી કરાવી તેના લાભાર્થીઓને ફાળવવા ઠરાવ કરાયો હતો. લાભાર્થીની યાદી બન્યા બાદ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં ડ્રો કરાયો હતો. આ ડ્રોના લાભાર્થીઓની યાદીની તપાસ કરાઇ તો એવા લોકોના નામ નીકળ્યા કે જે ત્યાં રહેતા જ ન હતા. આ તમામ નામો એકઠા કરતા તેમાં વોર્ડ નં.પના કોર્પોરેટર વજીબેન કવા ગોલતર અને વોર્ડ નં.૬ના કોર્પોરેટર દેવુબેન મનસુખ જાદવના સગા સંબંધીઓ નીકળ્યા હતા. એક આવાસ મનસુખ જાદવના પોતાના નામનું પણ હતું આ રીતે કુલ આંક ૨૦ થયો હતો.
કવા અને મનસુખે રેશનકાર્ડમાં સરનામા બદલ્યા
કૌભાંડ કરવા માટે આ કવા અને મનસુખે રેશનકાર્ડમાં સરનામા બદલ્યા હતા અને બધામાં મફતીયાપરા જ લખ્યું હતું. જો કે તપાસ કરતા આ તમામ ખરેખર આંબાવાડીમાં રહેતા હોવાનું અને તેમના મકાનવેરા બિલ સહિતના સજ્જડ પુરાવા પણ મેળવ્યા હતા. મનસુખ અને કવાએ ગરીબોના હિસ્સામાં આવેલા ફલેટ પોતાના સગા સંબંધીઓના નામે મેળવીને પોતાના જ મતદારોને સાથે વિશ્વાસઘાત કર્યો છે. જેમાં કોર્પોરેટર જ નહી પણ આવાસ શાખાના અધિકારીઓ પણ સામેલ છે.
ગરીબોના હક્કના આવાસ હડપ કરી જવાયા
અરજી નંબર નામ ફલેટ નંબર
૬૦ જાદવ દીપકભાઇ રમેશભાઇ એફ ૦૦૭
૫૭ જાદવ વિજયભાઇ નથુભાઇ એફ ૧૦૭
૫૨ જાદવ પરસોત્તમભાઇ નથુભાઇ એફ ૨૦૪
૫3 જાદવ ધનજીભાઇ નથુભાઇ એફ ૨૦૭
૫૭ જાદવ રમેશભાઇ રાજાભાઇ એ ૨૦3
૫૫ જાદવ કેશુભાઇ નથુભાઇ એ ૨૦૮
૫૯ જાદવ ભાનુબેન (રમેશભાઇ) એ ૨૧૨
૫૧ જાદવ મનસુખભાઇ નથુભાઇ એ 3૧૫
૫૮ જાદવ અજયભાઇ રાજાભાઇ બી ૦૧૨
૬૧ જાદવ રાજાભાઇ પ્રાગજીભાઇ બી 3૦૫
૧૫૪ ગોલતર દિનેશ નાગજીભાઇ ઇ 3૦3
૪૭ રાઠોડ મેહુલ લીલાભાઇ એફ ૧૦3
૧૭3 ગોલતર કલાભાઇ જશાભાઇ એ ૧૦૪
૧૧ રાઠોડ બલુબેન ડાહ્યાભાઇ એ ૧૦૫
૧૭૨ લાખાભાઇ જશાભાઇ રાઠોડ એ ૨૦૧
૪૬ ગોલતર રૂપીબેન લીલાભાઇ બી ૦૧3
૧૭૪ રાઠોડ સુરેશભાઇ જસાભાઇ બી ૨૦૪
૪૫ ગોલતર લીલુબેન ઓધડભાઇ બી 3૦૯
૧૫૫ રાઠોડ અજીબેન નાગજીભાઇ બી ૦૦પ
ગોલતરની ગોલમાલ : બે અટક લખી! જાદવે સ્પેલિંગ બદલ્યો
કવા ગોલતરે પોતાની મૂળ અટક ઉપરાંત રાઠોડ અટકનો પણ ઉપયોગ કર્યો છે અને ૯ ફલેટ મેળવી લીધા છે. જયારે મનસુખ જાદવે બે નામમાં અટકના સ્પેલિંગમાં ફેર રખાવી ૧૧ ફલેટ લઇ લીધા છે. બંનેએ કુલ ૨૦ ફલેટ ઓળવી લીધાના કૌભાંડના પર્દાફાશ થયો છે.