- બટાકા ગેસની બીમારીને આપે છે આમંત્રણ
- વજન વધવા માટે પણ બટાકા છે જવાબદાર
- શુગર લેવલ અને બ્લડ પ્રેશરને વધારે છે બટાકાનું સેવન
મોટાભાગના ઘરમાં બટાકાનું સૌથી વધારે સેવન કરવામાં આવે છે. બટાકા બાળકોને ખૂબ પ્રિય હોય છે. પણ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બટાકા હેલ્થ પર ખરાબ અસર કરે છે. તેને ખાવાથી શરીરને 4 પ્રકારના નુકસાન થાય છે. જો તમે વજન વધવાની ફરિયાદથી પરેશાન છો તો તમારે બટાકાનું સેવન સંપૂર્ણ રીતે બંધ કરી દેવું હિતાવહ છે. તે વજન વધારે છે અને સાથે જ ડાયાબિટીસના દર્દીઓએ પણ તેનું સેવન કરવું નહીં. જે લોકો બટાકાને તળીને ખાવાનું પસંદ કરે છે તેમની હેલ્થ પર પણ ખરાબ અસર થઈ શકે છે. તો જાણો કઈ મુશ્કેલીઓ તમારી જાણ બહાર શરીરમાં પ્રવેશી જશે.
ગેસની વધશે તકલીફ
બટાકા ખાવાથી ગેસની બીમારી થાય છે. ગેસ માટે મોટાભાગે બટાકાને જવાબદાર માનવામાં આવે છે. તેની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે બટાકાનો ઉપયોગ કરવો નહીં. કેમકે રોજ બટાકાનું સેવન કરવાથી ફેટ વધે છે અને ગેસની સમસ્યા થાય છે.
વધે છે સ્થૂળતા
બટાકાનું સેવન કરવાથી સ્થૂળતા વધે છે. એવામાં તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારે બટાકાનું સેવન બંધ કરી દેવું પડશે. તે કેલેરીને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
શુગર લેવલ
શુગરના લેવલને કંટ્રોલ કરવું છે તો તમારે બટાકાથી દૂરી બનાવી લેવી પડશે. તેમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે. તેના કારણે શરીરમાં ગ્લૂકોઝનું લેવલ વધે છે. શરીરમાં શુગરનું લેવલ ન વધે તે માટે બટાકાનું પ્રમાણસર સેવન કરવું.
બ્લડ પ્રેશર
બટાકા ખાવાથી બીપી વધે છે. એક રિસર્ચના અનુસાર અઠવાડિયામાં 4 કે તેનાથી વધારે વખત શેકેલા, બાફેલા કે સ્મેશ કરેલા બટાકા ખાવા નહીં. તેના કારણે બ્લડ પ્રેશરનો ખતરો વધારે રહે છે. એવું જરૂરી નથી કે બટાકાનું સેવન સદંતર બંધ કરો પણ તેને લિમિટમાં ખાઓ તે જરૂરી છે.