37 ડિગ્રી તાપમાન વચ્ચે જનેતાઓએ પુત્રની તંદુરસ્તી દોઢ કિલોમીટર ખુલ્લા પગે દોડ લગાવી
બ્રાહ્મણવાડા ગામમાં છેલ્લા 700 વર્ષથી આ પરંપરાગત ચાલી આવે છે જેમાં વિદેશથી આવેલ ભારતીય માતાઓ પણ શામેલ થાય છે
ભારતીય સંસ્કૃતિમાં એવી અનેક માન્યતાઓ અને પ્રથાઓ છે છે ખરેખર આશ્ચર્ય જન્મ આવે છે આવી જ એક પ્રથા પાટણ જિલ્લાના ગામમાં છે કે જે પ્રથા નિભાવવા માતાઓ દેશ વિદેશમાંથી આવે છે. પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે દર વર્ષની પરંપરા મુજબ પ્રથમ પુત્ર હોય તેવી જનેતાનોની અનોખી દોડ હોળીના દિવસે યોજાય છે. પ્રથમ આવનાર મહિલાનો પુત્ર આજીવન તંદુરસ્ત અને મજબૂત બને તે માટે ધોમ ધખતા તાપમાં ખુલ્લા પગે આ દોડ લગાવવામાં આવે છે. આ માન્યતા મુજબ 37 ડિગ્રી તાપમાન વચ્ચે જનેતાઓએ પોતાના પુત્રની તંદુરસ્તી માટે ગામમાં ગોગા મહારાજના મંદિરથી ગામના કુળદેવી વેરાઈ માતાના મંદિર સુધી દોઢ કિલોમીટર ખુલ્લા પગે દોડ લગાવી હતી. આ માનતા પૂર્ણ કરવા અમેરિકા, કેનેડાથી માતાઓ પોતાન વતન આવી હતી.
આ દોડ લગાવનાર શહેરની ભણેલ ગણેલ માતાઓ છે અને તેઓ આ પ્રથા માટે ખૂબ જ આસ્થા ધરાવે છે. દોડમાં પ્રથમ અવરનાર મહિલા મમતાબેન વિવેક કુમાર ચોધારીએ જણાવ્યું હતું કે, મારા પુત્ર આજીવન સ્વસ્થ અને નિરોગી રહે તે માટે દોડ લગાવી હતી. અમેરિકાથી આવેલા મોનીકાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, 700 વર્ષ જૂની પરંપરા છે. જેમાં મેં મારા પુત્રના સ્વાસ્થ માટે દોડ લગાવી હતી જેમાં મારો બીજો નંબર આવ્યો છે.જે મહિલાઓ દોડ લગાવી હતી તેમાં ચૌધરી મમતાબેન વિવેકભાઈ (પ્રથમ નંબર),ચૌધરી મોનિકાબેન શૈલરાજ (બીજો નંબર) ચૌધરી જીગીબેન મેહુલકુમાર (ત્રીજો નબર) ચૌધરી બીનાકાબેન પારસભાઈ, ચૌધરી રીનાબેન પીન્ટુ કુમાર, ચૌધરી પ્રિયંકાબેન પ્રિતેશકુમાર, ચૌધરી અંકિતાબેન રાજુકુમાર,ચૌધરી સ્નેહાબેન પ્રકાશકુમાર, ચૌધરી બીજલબેન સચીનભાઈ,ચૌધરી ફાલ્ગુનીબેન હાર્દિકભાઈ ,ચૌધરી શ્રેયાબેન મીનેશભાઈ નો સમાવેશ થાય છે.
બ્રાહ્મણવાડા ગામમાં છેલ્લા 700 વર્ષથી આ પરંપરાગત ચાલી આવે છે. જેમાં માતાઓ ઓની સાથે સ્નેહીજનો અને પરિવારની અન્ય મહિલાઓપણ દોડ જોડાય છે. જેમાં પ્રથમ આવનાર જનેતાનો પુત્ર આજીવન તદુરસ્ત રહેતો હોય તેવી માન્યતાઓ છે. આ અનોખી દોડ જોવા ગામે ગામથી લોકો આવીને આ દોડનો આનંદ લે છે.
આ દોડ પૂર્વે ગોગા મહારાજના મંદિર ખાતે મહિલાઓ ગોગા મહારાજ દર્શન કરી આર્શીવાદ લે છે. ત્યારબાદ પૂજારી દ્વારા આ મહિલાઓને શ્રીફળ, સાકર અને ત્રિશુલ આપવામાં આવે છે. ત્યારબાદ માતાઓની દોડ શરૂ થાય છે. દોડ દરમિયાન માતા દોડતા દોડતા થાકી જાય છે તો કયાંક પડી જાય છે. તેમ છતાંય હિંમત હાર્યા વગર વેરાઈ માતાજીના મંદિરે પહોંચી પુત્રના સારા સ્વાસ્થ માટે માતાજીના આર્શીવાદ મેળવે છે.
ફાગણ સુદ બીજના દિવસથી મુહૂર્ત જોવડાવામાં આવે છે. ત્યારબાદ જે દિવસનું મુહૂર્ત હોય તે દિવસે 45 કિલો ધીની સુખડી બનાવવામાં આવે છે. આખા ગામમાં 400 ઘર આવેલા છે જ્યાં ઘરદીઠ 250 ગ્રામ સુખડી વેચવામાં આવે છે અને બાકીની મહેમાનોને આપવામાં આવે છે. ત્યારબાદ પુનમના દિવસે દોડ લગાવવામાં આવે છે. દોડ પુરી થાય પછી હોળી પ્રગટાવવામાં આવે છે. જ્યાં દીકરાઓના કાકા તે બાળકને લઈને પ્રદક્ષિણા કરે છે. ત્યારબાદ ખજૂર વેચી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.