અલગ અલગ સેમિનારમાં 1700 થી વધુ બહેનોએ ભાગ લઇ કેન્સર જાગૃતિ વિશે માહિતી મેળવી
વર્તમાન સમયમાં મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને ગર્ભાશયના કેન્સર માટે જાગૃત રહેવું જરૂરી છે. આપણી રોજબરોજની દિનચર્યા અને ખાવા પીવાની ટેવો ઉપરાંત અને જાતના પ્રદૂષણના કારણે કેન્સર થવાની શક્યતા વધી રહી છે. બહેનોને બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સરની શક્યતા વધારે હોય છે ત્યારે આ અંગે જાગૃતિ લાવવા માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. તાજેતરમાં આર્શીવાદ ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે રાજકોટ, જસદણ તાલુકામાં સ્તન કેન્સર જાગૃતિ માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતને લઈને મહિલાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો શાળાની વિદ્યાર્થીનીઓ, આંગણવાડીના બહેનો અને શિક્ષિકાઓ પણ આ સેમિનારમાં જોડાયા હતા.1700 થી વધુ મહિલાઓએ આ સેમિનારનો લાભ લીધો હતો.
સેમિનારના પ્રથમ તબક્કામાં સ્તન કેન્સર,તેમજ ગર્ભાશયના કેન્સર વિષે જાગૃતિ કેન્સરના લક્ષણો જાણી તેનું સમયસર નિદાન કરી અટકાવી શકાય તેની સમજ આપવામાં આવે છે.આ સેમિનાર માટે દરેક સ્કૂલોના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય અને શિક્ષકોએ વિષયની ગંભીરતા સમજી સુંદર સહયોગ આપ્યો હતો.
ક્રિષ્નાસ્કૂલના ટ્રસ્ટી પાયલબેન ચંદ્રેશ ભાઈએ આ સેમિનારમાં એક અનોખો પ્રયોગ કર્યો હતો. પ્રાથમિક શાળાના બાળકોની માતાઓને આ સેમિનાર માં આમંત્રિત કર્યા હતા જેમાં 50 થી વધુ બહેનોએ આ સેમિનાર નો લાભ લીધો હતો. દરેક બહેનો એ સેમિનાર બાદ ખુશી વ્યક્ત કરી હતી અને વધુને વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડવા સેમિનાર ગોઠવી વધુ બહેનો આનો લાભ લે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત અમુક નિશુલ્ક ટેસ્ટ કરાવવામાં આવે છે તેના વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.આ સેમિનાર માં આશીર્વાદ ફાઉન્ડેશનના કોર્ડીનેટર પ્રજ્ઞાબેન સેજપાલ દ્વારા પ્રોજેક્ટરમાં પીપીટી દ્વારા માહિતી ખૂબ સુંદર રીતે સમજાવી હતી.