લલિતાબેન નવીનચંદ્ર દોશી જૈન ભાગવતી દીક્ષા ઉત્કૃષ્ટ ભાવે અંગીકાર કરીને નવદીક્ષિત પરમ પૂજ્યશ્રી લક્ષિતાજી મહાસતીજી ભગવંત બન્યા
ગોંડલ ગચ્છના ગૌરવવંતા રત્ન ‘પૂજ્યશ્રી રાજગુરુભગવંત’ની અનંતી કૃપાથી વાંકાનેર વતની, હાલ રાજકોટ, લલિતાબેન નવીનચંદ્ર દોશી (ઉં. વર્ષ 86)એ અંતિમ ઉત્કૃષ્ટ આરાધનાનો શુભારંભ 25 માર્ચ 2024, સોમવારના શુભ દિને કરેલ. આરાધનામાં આગળ વધતા ‘પૂજ્યશ્રી રાજગુરુભગવંત’ના આજ્ઞાનુવર્તી પરમ પૂજ્ય બા.બ્ર. શ્રી અર્પિતાજી મહાસતીજી ભગવંતના શુભ-સાંનિધ્યમાં શ્રી સુમતીનાથ સંઘની પવિત્ર તપોભૂમિમાં 26 માર્ચ, મંગળવારના રોજ સંથારાની સાધનાનો શુભારંભ થયેલ અને દ્રઢ મનોબળ સાથે દુષ્કર તપશ્ચર્યામાં શાતા-સમાધિપૂર્વક આગળ વધેલ.
લલિતાબેન ઘણા વર્ષોથી વારંવાર ભાવના ભાવી રહેલ કે ‘હું શીઘ્ર સંયમ અંગીકાર કરું’ જે 31 માર્ચ, રવિવારના શુભદિને સંથારાના 6 ઠ્ઠા દિવસે, અને 7માં ઉપવાસે સવારે 8:25 કલાકે પૂર્ણ થઈ.’પૂજ્યશ્રી રાજગુરુભગવંત’ એવમ પૂજ્યશ્રી ગુરુણીભગવંતની અનંતી કૃપાથી સંથારા સાધિકા લલિતાબેને પરમ પૂજ્ય બા.બ્ર. શ્રી અર્પિતાજી મહાસતીજી ભગવંતના શ્રીમુખે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરીને શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયવંતા જૈન શાસનના ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના પરમ પૂજ્ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબના આજ્ઞાનુવર્તી ‘પૂજયશ્રી હીરલગુરુણી’ પરિવારના ગુરુણીભગવંત બા.બ્ર. શ્રી કુસુમબાઇ મહાસતીજીના શિષ્યારત્ના શ્રી લક્ષિતાજી મહાસતીજી ભગવંત બન્યા
આજે સોમવારે સંથારાનો સાતમો દિવસ છે ત્યારે,તપોભૂમિ શ્રી સુમતિનાથ જૈન સંઘ ,શ્રી મહેન્દ્રભાઇ જયંતિલાલ સખપરા જૈન ઉપાશ્રય, ગીતાનગર મેઇન રોડ, જલારામ ચોક પાસે, ભક્તિનગર સર્કલ નજીક સવારે 9:00 થી 12:00, બપોરે 3:30 – 4:30, સાંજે 5:15 થી 6:15 દરમ્યાન થવાની સંભાવના છે.
વ્યાખ્યાન વાણીનો લાભ દરરોજ સવારે 9:15 – 10:15 લઈ શકાશે. બહારગામથી પધારેલ દર્શનાર્થીઓને સાધર્મિક-ભક્તિનો લાભ શ્રી સંઘમાં આપવા સંઘ વતી વિનંતી કરાઇ છે.અનશન આરાધનાની અનુમોદના કરવા વધુ-ને-વધુ વ્રત્ત-નિયમ, તપ-ત્યાગ કરી રહ્યા છે.વધુ જાણકારી માટે 0281 2372289 અને 98250 77161 તથા 92750 77331નંબરનો સંપર્ક કરી શકાશે.