- નાગરિકોને ઇઝરાયેલથી યુરોપમાં લાવવા માટે US ચાર્ટર પ્લેનની વ્યવસ્થા
- ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે 27 અમેરિકનના મોત, 14 લોકો ગૂમ
- ઈઝરાયેલમાંથી નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢનાર ભારત પહેલો દેશ
ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે હજારો લોકોના મોત થયા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સાથે અન્ય દેશના રહેતા નાગિકોના પણ મોત થયા છે. તેવામાં વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે હિંસાગ્રસ્ત યહૂદી રાજ્યમાંથી અમેરિકન નાગરિકોને બહાર કાઢવા માટે US ચાર્ટર પ્લેન મોકલશે.
હુમલામાં ઈઝરાયેલમાં 27 અમેરિકનના મોત, 14 લોકો ગૂમ
ઇઝરાયેલમાં ચાલી રહેલી યુદ્ધના પરિણામે ઓછામાં ઓછા 27 અમેરિકનોના મોત થયા છે અને 14 લોકો હજુ પણ ગૂમ છે. વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે, હિંસાગ્રસ્ત યહૂદી રાજ્યમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે યુએસ ચાર્ટર પ્લેન મોકલવામાં આવશે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે શનિવારે દક્ષિણ ઇઝરાયેલ પર હજારોની સંખ્યામાં હવાઈ હુમલા કર્યા હતા, જેના વળતા જવાબમાં ઇઝરાયેલી IDFએ હમાસના અનેક આતંકી અડ્ડાને ધ્વસ્ત કર્યા હતા.
નાગરિકોને ઇઝરાયેલથી યુરોપમાં લાવવા માટે US ચાર્ટર પ્લેનની વ્યવસ્થા
ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે અને આ અથડામણમાં બંને પક્ષો વચ્ચેનો સૌથી વિનાશક યુદ્ધ ગણાવવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલમાંથી નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢનાર ભારત પહેલો દેશ છે. નાગરિકોને ઇઝરાયેલથી યુરોપમાં લાવવા માટે US સરકાર ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે યુદ્ધના કારણે ઈઝરાયેલમાં 27 અમેરિકનના મોત થયા છે જ્યારે અન્ય 14 લોકો હજુ પણ ગૂમ છે. જેને લઇ તપાસ તેજ કરવામાં આવી રહી છે.