ભાવનગરના ગ્રાફોલોજીસ્ટ ડો. કૌશલ્યાબેન દેસાઈને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
ગ્રાફોલોજી એ એક એવી કલા છે કે જેના દ્વારા સફળતાના દ્વાર ખુલી શકે છે. વ્યક્તિના હસ્તાક્ષરમાં નાના મોટા ફેરફાર કરવાથી તકો માટેના માર્ગ ખુલે છે એવું કહેવાય છે. ગ્રાફોલોજી ખૂબ જ ઊંડાણપૂર્વક નો વિષય છે. તેમાં સકારાત્મક પરિણામ લાવવા માટે પ્રેક્ટિસ અને પરિશ્રમ બંને કરવો જરૂરી છે. જાહેર જીવનમાં સફળ થયેલ અનેક કલાકારો રાજકીય નેતાઓ તેમજ સામાન્ય માણસ પણ પોતાની મહેનતની સાથે સાથે ગ્રાફલોજીનો
સહારો લઈને સફળ બને છે. ગ્રાફોલોજી શીખવનાર અને તે બાબતની ટીપ્સ આપનાર અને ગ્રાફોલોજિસ્ટ અત્યારે કાર્યરત છે ત્યારે તાજેતરમાં ભાવનગરના ગ્રાફોલોજીસ્ટ ડો. કૌશલ્યાબેન દેસાઈને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
તાજેતરમાં અમદાવાદમાં વાસ્તુ પ્રદીપ ફાઉન્ડેશન દ્વારા ના રોજ 21 મી વાસ્તુ વિષયક એક પરિષદ અને વાસ્તુ સંગોષ્ઠી અને એવોર્ડ સમારંભ યોજાયો હતો.જેમાં ભાવનગરના વિશ્વપ્રસિદ્ધ વિશ્વના પ્રથમ મહિલા ગ્રાફોલોજીસ્ટ ડો. કૌશલ્યાબેન દેસાઈ ને વાસ્તુપ્રદીપ ફાઉન્ડેશન દ્વારા, ત્રિશલાબેન શેઠ,મૌલી રાવલ, કનુભાઈ પુરોહિતના હસ્તે વાસ્તુપ્રદીપ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો સમગ્ર વિશ્વના 200 જેટલા મહાનુભવો વાસ્તુ અંગે વક્તવ્ય આપ્યું જેમાં આ કાર્યક્રમ ગોલ્ડન પલ બેંકવેટ હોલ હિમાલયા મોલ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો.