જેમ ઘર ચલાવવામાં તથા સમાજમાં બહેનોનો વિચાર , નિર્ણય ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તેમ દેશ ચલાવવા માટે શા માટે નહીં? :રાજેશ્રીબેન વાંગવાણી
લોકસભા ચુંટણી એ લોકશાહીના પર્વનો સોનેરી અવસર છે તો માતા બહેનો દીકરીઓ આ લોકશાહીના અવસરને ઉજવવા તૈયાર થઈ જાય તે જરૂરી છે. જેમ ઘર ચલાવવા માટે મહિલા અને પુરુષ એમ બંનેનું યોગદાન જોઈએ એ રીતે ચૂંટણીના આ મહાપર્વમાં ભાઈઓ સાથે સરખી જવાબદારી લઈ મતદાન કરે એ જરૂરી છે.
આ બાબત મદદનીશ ચૂંટણી અધિકારી 68 રાજકોટ પૂર્વ અને જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન વાંગવાણી એ અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે
જેમ ઘર ચલાવવામાં તથા સમાજમાં બહેનોનો વિચાર , નિર્ણય ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તેમ દેશ ચલાવવા માટે શા માટે નહીં? દરેક લોકો એમ વિચારે છે કે મારા એક મતથી શોખ ફરક પડશે તો સો ટકા ફરક પડશે જ. તો એક અધિકારી તરીકે આપ સૌ મતદાતા બહેનોને ખાસ અપીલ કરું છું કે કોઈપણ ભય લોભ લાલચ કે દબાણમાં આવ્યા વિના પોતાના મતદાન કરો.અમુક વિસ્તારોમાં મહિલાઓનું મતદાન પુરુષ મતદારોની સંખ્યામાં ઓછું જણાયું છે તેમાં ટીપરવાન માં મતદાન જાગૃતિ અપીલ કરાવીએ છીએ, જુદા જુદા બેનર્સ વિવિધ ઓનલાઇન એપ્લિકેશનની વિગતો મતદાનની તારીખ જેવી બાબતો દર્શાવતી વિગતોના બેનર્સ મૂકવામાં આવેલ છે શાળાઓ કોલેજોમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને મતદાનનું મહત્વ સમજાવીએ છીએ.
-
સાસરે જતી બહેનો આ રીતે મતદાન કરી શકે
લગ્ન કરીને સાસરે જતી બહેનો પોતાના અટક સરનામું બદલાય છે તો તેના માટે ફોર્મ 8 ભરવામાં આવે છે અને સુધારો કરવામાં આવે છે આ ઉપરાંત નવા ચૂંટણી કાર્ડ માટે 6 નંબરનું ફોર્મ ભરવામાં આવે છે અને ખાસ યુવતીઓ કે જે પહેલી વખત મતદાન કરવા માટે ઉત્સાહિત છે તેઓ ભારતના ચૂંટણી પંચ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ સારી રીતે તટસ્થ વાતાવરણને લોકશાહી જીવંત રાખવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે સંદર્ભે આઇટી એપ્લિકેશન જેવી કે Votar helpline application,Saksham app.,Suvidha candidate app., KYC Application નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બહેનો! સેલ્ફી લઇ સોશિયલ મીડિયામાં જરૂર મુકજો
યુવા બહેનો !આ અવસર ઉત્સાહપૂર્વક ઉજવવનો છે. જેમ સારા પ્રસંગની સેલ્ફી લઇ સોશિયલ મીડિયામાં મૂકો છો તે જ રીતે ચૂંટણીના આ અવસરને ગર્વથી ઉજવીને ખાસ સેલ્ફી લેજો અને તમારા સોશિયલ મીડિયા પર મૂકીને લોકોને મતદાનની અપીલ કરજો રાજકોટ જિલ્લાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જેવા કે Collecter Rajkot instagram પર છે આ ઉપરાંત ડીસ્ટ્રીક સપ્લાય ઓફિસર રાજકોટ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ instagram પર છે જેને ફોલો કરી વિગત મેળવી શકશો.
-
ચુંટણી કાર્ડ નથી તો પણ મતદાન કરી શકશો
ચૂંટણી કાર્ડ નથી તો પણ મતદાન અવશ્ય કરી શકશો. તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે અને ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ અન્ય 12 પુરાવાઓ જેવા કે આધાર કાર્ડ સરકારી આઈકાર્ડ પાસપોર્ટ વિગેરે જેવા પુરાવાઓ સાથે આપ ચોક્કસ મતદાન કરી શકો છો આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ટોલ ફ્રી નંબરની સુવિધા આપવામાં આવેલ છે જે ટોલ ફ્રી નંબર 1950 ઉપર કોલ કરી આપ આપના ચૂંટણી કાર્ડ અંગે કે અન્ય માહિતી મેળવી શકો છો.
-
દિવ્યાંગ વ્યક્તિઓને મદદરૂપ થવા માટે છે વ્યવસ્થા
ભારતના ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે જેના દ્વારા 40% થી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને જરૂરી મદદ માટે પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે છે અને વ્હીલ ચેર વોઇસ આસિસ્ટન્ટ જેવી સુવિધા મતદાન સમયે મેળવી શકે છે.
મતદાન માટે ચૂંટણી પંચ આટલી સુવિધા આપે છે તો હવે આપણી સંપૂર્ણ જવાબદારી બને છે કે આપણે મતદાન કરીએ અને આપણા પરિવારને મતદાન કરાવીએ.