- પરેશ ધાનાણીએ રૂપાલાને રાજકોટ ભાજપ લોકસભાસીટના સંભવિત ઉમેદવાર ગણાવ્યા
- પરેશ ધાનાણી રૂપાલા પર કવિતા લખીને મજા લઈ રહ્યાં છે
- રાજકોટ રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે
લોકસભા ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં કોંગ્રેસે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે જેમાં કોગ્રેસ રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ લોકસભામાં રાજકોટ બેઠક ખૂબ જ મહત્વની બની છે કારણ કે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલ નિવેદનના કારણે આખો સમાજ રોષમાં જોવા મળ્યો છે અને એક જ માંગ કરી રહ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. એવામાં હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રૂપાલા પર આક્ષેપ કર્યો છે,અને કહ્યું કે રૂપાલા એ રાજકોટ ભાજપની લોકસભાસીટના સંભવિત ઉમેદવાર છે.
પરેશ ધાનાણીના પ્રહાર પર રાજુ ધ્રુવનું નિવેદન
રાજકોટ લોકસભામાં કોગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને કોગ્રેસે ટિકીટ આપી છે,કવિતાઓ લખીને પરેશ ધાનાણી રૂપાલા પર પ્રહાર કરતા હોય છે,ત્યારે આજે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાજકોટ ભાજપ લોકસભાસીટના ઉમેદવાર રૂપાલાએ સંભવિત ઉમેદવાર છે,તેને લઈ ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવનું કહેવું છે કે,સંભવિત બધું કોંગ્રેસમાં હોય છે,આવી બે બુનિયાદ વાતો કરીને તમે શું સાબિત કરવા માંગો છો,કોંગ્રેસ રાજકોટની શાંતિ ડોહલવાનો પ્રયાસ કરી રહ્યું છે,બીજી તરફ પરસોતમ રૂપાલા પાંચ લાખથી વધુ મતથી જીતશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે,તો સૌરાષ્ટ્રની તમામ 7 બેઠક ભાજપ જીતશે અને આ ચૂંટણીમાં પણ ક્ષત્રિય સમાજના આશીર્વાદ મળશે.
પરેશ ધાનાણી પર પૂર્વ CM વિજયરૂપાણીએ પણ આપ્યું હતુ નિવેદન
પરેશ ધાનાણીના ટ્વિટ બાબતે પૂર્વ CM વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, પરેશ ધાનાણીનું કામ આગમાં ઘી હોમવાનું છે. રાજકોટ આવે છે ત્યારે તેમનું કામ જ ઘી હોમવાનું હોય છે. પરંતુ, તેમ છતાં રાજકોટમાં ક્યાંય કોંગ્રેસ દેખાતી જ નથી. આ સાથે વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. ભાજપ વિવિધ વિકાસનાં મુદ્દાઓ સાથે પ્રચાર કરશે અને ભવ્ય જીત મેળવશે.


