- કબજિયાત, અપચો, બ્લોડિંગ અને ઓડકારમાં આપશે રાહત
- ઝડપથી વજન ઘટાડવામાં ફાયદો કરે છે આ 1 ગ્લાસ પાણી
- બ્લડમાં યૂરિક એસિડનું પ્રમાણ કરે છે ઓછું
આજકાલ વજન વધવું એ એક સામાન્ય સમસ્યા બન્યું છે. ખરાબ લાઈફસ્ટાઈલ, ખાનપાનની કારણે વજન ઝડપથી વધી જાય છે. એવામાં તેને ઘટાડવા માટે તમે કલાકો સુધી વર્કઆઉટ કરો છો અને પરસેવો પાડો છો, અનેક વસ્તુઓ ખાવાનું છોડી દો છો. તો જાણી લો કઈ રીતે સરળતાથી તમે ગરમ પાણીમાં તજ મિક્સ કરીને ફટાફટ વજન ઘટાડી શકાય છે. તમારે આ ઉપાય રાતના સમયે કરવાનો છે. તેનાથી પેટ સંબંધી મુશ્કેલીઓ પણ ઝડપથી દૂર થાય છે.
રાતના સમયે કરો આ પ્રયોગ
જો તમે વજન ઝડપથી ઓછું કરવા ઈચ્છો છો તો તેના માટે તજ અને ગરમ પાણી તમારી મદદ કરશે. સૂતા પહેલા ગરમ પાણીમાં તજનો પાવડર મિક્સ કરો. તેના સેવનથી વજન જલ્દી ઘટે છે. રાતના સમયે ગરમ પાણીમાં તજને મિક્સ કરીને પીઓ. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. તેનું એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડન્ટ્સ ગુણ પણ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના સેવનથી શરીરના સોજા અને વધારાનું વજન ઘટે છે.
રાતના સમયે કેવી રીતે કરશો ગરમ પાણીનું સેવન
સૌથી પહેલા 1.5 કપ પાણી લઈને તેમાં તજનો ટુકડો કે પછી તજનો પાવડર મિક્સ કરો. હવે તેને સારી રીતે ઉકાળીને ઠંડું કરી લો. તમે ટેસ્ટ વધારવા માટે તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. રાતે સૂતા પહેલા આ પાણી પી લો. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. આ સાથે અપચો, બ્લોટિંગ, પેટમાં દર્દ, અનિંદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. તેની અસર સવારમાં જોવા મળે છે.
શું મળે છે ફાયદા
- વજન ઝડપથી ઘટવા લાગે છે.
- આ પાણીથી કબજિયાત, અપચો, બ્લોટિંગ અને ઓડકાર આવવાની સમસ્યા દૂર થાય છે.
- બોડી ડિટોક્સ કરવામાં મદદ મળે છે અને સાથે વિષાક્ત પદાર્થોને દૂર કરે છે.
- તજનું પાણી પીવાથી શરીરમાં લોહીમાં યૂરિક એસિડનું લેવલ પણ ઘટે છે.
- આ પાણી હેલ્થ માટે લાભદાયી છે. તેનાથી શરીરની ચરબીને ઘટાડીને પાચન સારું બનાવાય છે.