અંત્યોદય યોજના હેઠળ પ્રથમ વખત આપેલ ફ્રી સાડીઓ આદિવાસી મહિલાઓએ જિલ્લા ઑફિસમાં જઇને કરી પરત
ચૂંટણી નજીક આવતી હોવાથી આ સાડી આપી હોવાનું માનતી મહિલાઓ ગામની પરિસ્થિતિમાં સુધારો લાવે તેને મત આપવા મક્કમ
“અમને સાડી નથી જોઈતી. અમને જે જોઇએ છે તે આપો. અમારા ગામની શાળામાં શિક્ષક નથી, ગામના દવાખાનામાં ડૉકટર નથી,અમારા યુવાનો પાસે નોકરી નથી,ગામમાં પૂરતું પાણી નથી.આ બધું આપશો તો સાડી તો અમે જાતે પણ ખરીદી શકીશું”. આવા આક્રોશ ભર્યા શબ્દો છે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પ્રદર્શન કરી રહેલાં આદિવાસી મહિલાઓના. તેમને રેશનિંગની દુકાનમાંથી સરકારની અંત્યોદય યોજના હેઠળ મફત સાડી આપવામાં આવી છે જે થેલીમાં સાડી આપવામાં આવી છે તેના પર મોદીનો ફોટો છે એટલે બહેનો થોડામાં ઘણું સમજી ગયા છે. તેઓએ જણાવ્યું કે એવું જરૂરી નથી કે જેણે સાડી આપી છે તેમને જ અમે મત આપીએ.જેઓ અમારી માંગ પૂરી કરશે,ગામના લોકોની જરૂરિયાત પૂરી કરશે તેને અમે મત આપીશું.જિલ્લાના જવ્હાર, દહાણુ અને વિક્રમગઢ ની અંદાજે 300 આદિવાસી મહિલાઓએ આ સાડીઓ જિલ્લા ઑફિસમાં જઇને પરત કરી દીધી છે તેઓનું કહેવું છે કે ફ્રી માં સાડી આપવાને બદલે અમને એટલા સક્ષમ બનાવવામાં આવે કે અમે જાતે જ સાડી ખરીદી શકીએ.
વિગત એવી છે કે ગામમાં રેશનીંગની દુકાનોમાંથી અંત્યોદય યોજના હેઠળ સાડીના ફ્રી પેકેટ આપવામાં આવ્યા હતા.અંત્યોદય યોજના ના લાભાર્થીઓને રેશનની દુકાનમાં અનાજની સાથે એક થેલીમાં સાડી આપવામાં આવી હતી અને એ થેલી પર વડાપ્રધાન મોદીનો ફોટો છાપવામાં આવ્યો છે. સરકારની અંત્યોદય યોજના હેઠળ અતિગરીબ પરિવારને દર મહિને 35 કિલો અનાજ નજીવા દરે આપવામાં આવે છે.અત્યાર સુધીમાં ક્યારેય સાડી આપવામાં આવી નથી અને ચૂંટણી આવતા આ સાડી આપવામાં આવી છે એવું મહિલાઓ માને છે તેથી તેમનું કહેવું છે કે ફ્રી સાડી આપશે તેમને નહીં પરંતુ અમારી માંગ જે પૂરી કરશે તેને અમે મત આપીશું.ગામમાં જ નાને થી મોટી થયેલી બહેનોનું કહેવું છે કે નાના હતા ત્યારથી બેડું ઊંચકી પાણી ભરવા જતા તે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયું નથી. આ પાણીના બેડા અને હાડમારી અમારા જીવનનો એક ભાગ છે બાળકોને ભણાવવા સખત મહેનત કરીએ છીએ છતાં બેરોજગાર છે. મળે છે.માટે ગામની પરિસ્થિતિમાં જે સુધારો લાવશે તેને મત આપવા બહેનો મક્કમ છે