- ગ્લૂટેન ફ્રી સાબુદાણા હેલ્થ માટે લાભદાયી
- એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર મખાણા જાળવી રાખશે એનર્જી લેવલ
- લસ્સી, વિવિધ શેક અને રાયતા પણ બેસ્ટ ઓપ્શન
આજથી પવિત્ર એવો નવરાત્રિનો ઉત્સવ શરૂ થયો છે અને આ સમયે જો તમે પણ ઉપવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે કેટલીક ખાસ ફરાળી વાનગીઓ અહીં આપવામાં આવી છે. જેનાથી તમારી હેલ્થ સારી રહેશે અને તમે અલગ અને હેલ્ધી વાનગીની મજા માણી શકશો. કેટલાક લોકો વ્રત કરવાની સાથે કેટલાક ખાસ પકવાન પણ પસંદ કરતા હોય છે. તો કેટલીક વાનગીઓના કારણે તમારું પેટ ફૂલી જાય છે. શરીરમાં મેટાબોલિઝમ અને ઈમ્યુનિટીને વધારવા અને શરીરના વિષાક્ત પદાર્થોથી છૂટકારો મેળવવા માટે તમારે વ્રતમાં પણ હેલ્ધી વસ્તુઓ ખાઈ લેવી જરૂરી છે. તો જાણો 9 દિવસ માટેની 9 વાનગીઓનું લિસ્ટ.
સાબુદાણા
સાબુદાણાની મદદથી તમે અનેક વાનગીઓ બનાવી શકો છો. તેને દરેક વ્રતમાં ખાઈ શકાય છે. તે કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે અને તેને ખાઈને તમને એનર્જી મળી શકે છે. તેના સિવાય સાબુદાણા ગ્લૂટેન ફ્રી હોય છે અને તેને હેલ્થ માટે સારા માનવામાં આવે છે. તમે સાબુદાણાની મદદથી વડા, ચિલ્લા, ખીર અને ખીચડી તેમજ ચટપટી ભેળ પણ બનાવી શકો છો.
કુટ્ટુનો લોટ
આ લોટની મદદથી રોટલી, ઢોંસા પણ બની શકે છે. તમે તેમાં બટાકા કે પનીરનું ફિલિંગ પણ ભરી શકો છો. આ સાથે આ ઢોંસાને નારિયેળ, ફૂદીનાની ચટણી સાથે સર્વ કરી શકાય છે. તેને બનાવતી સમયે ધ્યાન રાખો કે વધારે ઘીનો ઉપયોગ ન કરવો.
કેળાનો શેક
વ્રતમાં કેળાનો શેક બનાવીને પી શકાય છે. આ એક બેસ્ટ એનર્જી ડ્રિંક છે અને આ માટે કેળા, મધ, દૂધ અને ગોળને સારી રીતે બ્લેન્ડ કરી લો. તમે ઈચ્છો તો તેમાં બરફ પણ મિક્સ કરી શકો છો. તેને ગ્લાસમાં કાઢીને પીઓ. આ પાચનશક્તિને વધારવાની સાથે બ્લડ શુગરને પણ કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે.
મખાણાની ખીર
જો તમને ગળ્યું ખાવાનું મન છે તો તમે આ ખીર ખાઈ શકો છો. તે એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે. તેને ખાઈ લીધા બાદ તમારું બોડી એનર્જેટિક રહેશે. આ ખીરને ખાઈને પાચન સુધરી શકે છે.
મોરૈયાનો પુલાવ
તેને તમે પુલાવના રૂપમાં પણ બનાવી શકો છો. જો કંઈ ટેસ્ટી ખાવાનું મન હોય તો તમે લીલા મરચા અને દહીં મિક્સ કરીને મોરૈયો બનાવી શકો છો. તેનાથી પણ તમારું એનર્જી લેવલ સારું રહેશે.
લસ્સી
વ્રતમાં લસ્સી પી શકાય છે. આ માટે દહીંને સારી રીતે બ્લેન્ડ કરી લો અને પછી તેમાં ખાંડ અને બરફ ઉમેરો. સારી રીતે બ્લેન્ડ કરો અને પીઓ. વ્રતમાં તમે ગુલાબની લસ્સી, કેસર વાળી લસ્સી, ડ્રાયફ્રૂટ લસ્સી પણ પી શકો છો.
ખજૂર શેક
ખજૂરનો શેક ટેસ્ટી રહે છે અને તમને એક ગ્લાસમાંથી સારી એવી કેલેરી મળે છે. વ્રતમાં આ બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે. તમે તેમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. તમામ ચીજોને મિક્સ કરીને શેક બનાવીને પીવાથી રાહત મળશે.
બદામનો હલવો
આમ તો આ હલવો ટેસ્ટી અને હેલ્ધી રહે છે પણ તેને બનાવવામાં વધારે ઘીનો ઉપયોગ થાય છે. દિવસમાં 1 નાની વાટકી આ હલવો ખાઈ લેવાથી તમને ડાયટ સંબંધી મુશ્કેલી રહેશે નહીં.
રાયતું
વ્રતના સમયે તમે ટેસ્ટી રાયતું પણ ઉપયોગમાં લઈ શકો છો. તમે બટાકા, કાકડી, અનાનસનું રાયતું પણ યૂઝ કરી શકો છો. તેનો સ્વાદ સારો લાગે છે અને હેલ્થ માટે પણ સારું રહે છે.