- યુનોએ ભારતના વિકાસ દરનું અનુમાન 0.7 પોઈન્ટ વધાર્યું
- સૌથી ઝડપથી ભારતની અર્થવ્યવસ્થા દોડશે એવું યુનોએ જણાવ્યું
- આગામી સમયમાં ફાર્મા અને કેમિકલ સેટરથી નિકાસ વધવાની શક્યતા
ભારતના જીડીપી ગ્રોથને લઈ વિશ્વની રેટિંગ એજન્સીઓ પણ ચોંકી રહી છે. હમણાં આઈએમએફ અને વર્લ્ડ બેંકે ભારતના ગ્રોથને લઈ પોઝિટિવ રેટિંગ આપ્યું હતું. હવે યુનોએ કહી દીધું છે કે ભારતની ઝડપ અમારા વિચાર કરતાં પણ વધુ છે. યુએનનું માનવું છે કે વર્ષ-2024માં ભારતના વિકાસ દર પહેલા લગાવેલા અનુમાનથી પણ આગળ નીકળી જશે. યુએને પહેલા જાન્યુઆરીમાં 2024 માટે ભારતના વિકાસ દરનું અનુમાન 6.2 ટકા લગાવ્યું હતું. હવે આને 0.7 પોઈન્ટ વધારી દીધું છે. હવે કહેવાયું છે કે વર્ષ-2024માં ભારતીય અર્થવ્યવસ્થા 6.9 ટકા તો 2025 ટકાના દરે આગળ વધી શકે છે. યુએને ભારતના વિકાસ દર વધવા પાછળ બે સૌથી મોટા કારણ બતાવ્યા છે. પહેલા ભારચમાં આવતું મોટું રોકાણ અને બીજું પ્રાઈવેટ સેકટરનો વપરાશ યુએને 2024ના મધ્યમાં વિશ્વ આર્થિક સ્થિતિ અને શક્યતા ટાઈટલથી રિપોર્ટ જાહેર કર્યો છે. આમાં કહેવાયું છે કે વર્ષ-2024માં ભારતીય અર્થવ્યવસ્થા 6.9 ટકા તો 2025માં 6.6 ટકા દરથી આગળ વધી શકે છે. આનું મુખ્ય કારણ સરકારનું ભારે રોકાણ અને ખાનગી વપરાશ વધવો છે. દુનિયાની માંગ વધવા અને ભારતના નિકાસથી ગ્રોથને વધુ તેજી મળે છે. આગામી સમયમાં ફાર્મા અને કેમિકલ સેકટરથી નિકાસ વધવાની શક્યતા છે.
પહેલા 6.2 ટકા અનુમાન હતું
આની પહેલા યુનોએ જાન્યુઆરી 2024 માટે ભારતના વિકાસ દરનું અનુમાન 6.2 ટકા લગાવ્યું હતું. ત્યારે મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેકટરમાં સૌથી વધુ ગ્રોથ જોવા મળશે. એવું યુનોને લાગી રહ્યું હતું. જો કે 2025 માટે યુનોનું અનુમાન પહેલાની જેમ 6.6 ટકા પર યથાવત્ છે. દેશમાં મોંઘવારી પર કાબૂ મેળવી લીધો છે. વર્ષ-2024 માટે છૂટક મોંઘવારી દરનો અનુમાન પહેલાનાં 5.6 ટકાથી ઘટાડીને 4.5 ટકા કરી દીધો છે. એશિયામાં સૌથી ઓછી મોંઘવારી દર માલદીવમાં 2.2 ટકા અને સૌથી વધુ ઈરાનમાં 33.6 ટકા છે.
પાડોશી દેશ ચીન અને અમેરિકાની સ્થિતિ શું છે
વર્ષ-2924માં વર્લ્ડ ઈકોનોમીનો ગ્રોથ રેટ 2.7 ટકા રહેવાનો અનુમાન યુનોએ લગાવ્યું છે. જે પહેલાં 2.4 ટકા અનુમાન હતું. વર્ષ-2025નું અનુમાન પણ 0.1 ટકા વધીને 2.8 ટકા કરી દીધું છે. અમેરિકી અર્થવ્યવસ્થાના 2024માં 2.3 ટકાના દરે વધવાની સંભાવના છે. ચીનની અર્થવ્યવસ્થા પણ 2024માં માત્ર 4.8 ટકા અને 2025માં 5.2 ટકાનો વિકાસ દર મેળવી શકે છે. યુનોએ કહ્યું કે સરકારે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ વધારી રહી છે. અને રાજકોષીય ઘટાડાને ઓછો કરવા પૂરું જોર આપી રહ્યું છે. ઊર્જાની વધતી કિંમત અને દુનિયામાં વધતા યુદ્ધ અને ઘર્ષના સંકટને લીધે કેટલાક પડકારોનો સામનો પણ છે. પરંતુ કોરોના પછી દુનિયાની માંગ વધી રહી છે. આવામાં નિકાસ કરનાર દેશોને આનો ફાયદો થશે.


