By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    6 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Helicopter crash: કોણ હતા ઈબ્રાહિમ રઈસી?, શા માટે અમેરિકાએ પ્રતિબંધ મુક્યો હતો,જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Helicopter crash: કોણ હતા ઈબ્રાહિમ રઈસી?, શા માટે અમેરિકાએ પ્રતિબંધ મુક્યો હતો,જાણો

agragujaratnews
Last updated: 2024/05/20 at 9:56 PM
2 years ago
Share
Helicopter crash: કોણ હતા ઈબ્રાહિમ રઈસી?, શા માટે અમેરિકાએ પ્રતિબંધ મુક્યો હતો,જાણો
SHARE

  •  ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધન બાદ રાજકીય ગતિવિધિ તેજ
  • રઈસી સામે વર્ષ-1988માં હજારો કેદીઓની ક્રૂર નરસંહારનો આરોપ હતો
  • વર્ષ-2020માં ઈરાનમાં હિજાબ આંદોલનને પાવરના જોરે કચડી નાખ્યું હતું

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી, જેઓ રાજકીય વિરોધ સામે ક્રૂર કાર્યવાહી માટે જાણીતા છે, તેઓ કટ્ટર રૂઢિચુસ્ત તરીકે પણ જાણીતા છે. 63 વર્ષની વયે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રઈસીને ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા તરીકે પણ ગણવામાં આવી રહ્યા હતા. આ સિવાય તેઓ યુરોપથી મધ્ય પૂર્વ સુધી સૈન્ય તણાવ વધારવા અને ઈરાનમાં મહિલાઓના ડ્રેસકોડને કડક રીતે લાગુ કરવા માટે પણ જાણીતા છે. તેમને ઈરાનના વર્તમાન સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખમેનીના સંભવિત અનુગામી તરીકે જોવામાં આવી રહ્યા હતા.  

 હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી વર્ષ-1988માં તેહરાનના ઘાતકી હત્યાકાંડ માટે પણ જાણીતા છે. જ્યારે તેમના પર રાજકીય વિરોધમાં હજારો કેદીઓને સામૂહિક ફાંસી આપવામાં સામેલ હોવાનો આરોપ હતો. એવું કહેવાય છે કે ઈબ્રાહિમ રઈસીના કહેવા પર તેહરાનમાં આ ક્રૂર હત્યાકાંડ થયો હતો. આ સમયગાળા દરમિયાન હજારો લોકોને એકસાથે ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર જગાવી હતી. આ પછી અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઈબ્રાહિમ રઈસી પર વિવિધ પ્રતિબંધો લગાવી દીધા હતા.

હિજાબ ચળવળને આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કર્યો

વર્ષ-2022માં ઈરાનમાં હિજાબ પહેરવા વિરુદ્ધ મહિલાઓના આંદોલને રાષ્ટ્રપતિ રઈસીને સખત પડકાર આપ્યો હતો. 22 વર્ષીય પ્રદર્શનકારી મહસા અમીનીના મૃત્યુ બાદ દેશમાં મોટાપાયે વિરોધ ફાટી નીકળ્યો હતો. મહિલાઓનાં ટેકામાં હજારો પુરૂષો પણ આવ્યા હતા. વિશ્વભરના માનવાધિકાર સંગઠનોએ પણ ઈરાનમાં મહિલાઓના આ આંદોલનને સમર્થન આપવાનું શરૂ કર્યું હતું. અમેરિકા અને યુરોપ સહિત ઘણા પશ્ચિમી દેશોએ મહિલાઓની સ્વતંત્રતાને દબાવવા માટે ઈરાની સરકારની સખત નિંદા કરી હતી. આમ છતાં ઈબ્રાહિમ રઈસીએ નમતું નહોતું જોખ્યું. તેમણે મહિલાઓના ડ્રેસકોડનો કડક અમલ કરાવ્યો હતો. સરકાર સામે આંદોલનનું રણશિંગું ઉંચકનાર અનેક આંદોલનકારીઓને એક પછી એક ફાંસી આપવામાં આવી. જેના કારણે બાકીના આંદોલનકારીઓ પણ ડરી ગયા હતા. આખરે હિજાબ ચળવળનો અંત આવ્યો હતો.

અમેરિકા સાથેના પરમાણુ કરારમાંથી ખસી ગયા

ઈરાને અમેરિકા સાથે ઐતિહાસિક પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ ઈબ્રાહિમ રઈસી બાદમાં તેમાંથી ખસી ગયા હતા. ત્યારબાદ તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને આગળ વધારવા માટે યુરેનિયમ સંવર્ધન વધારવાનું શરૂ કર્યું. જેના કારણે અમેરિકા અને ઈઝરાયલ સાથે લશ્કરી તણાવ વધ્યો હતો. અમેરિકાએ વારંવાર ઈરાન પર પરમાણુ કરાર પર આગળ વધવા માટે દબાણ કર્યું, પરંતુ ઈબ્રાહિમ રઈસીએ સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. તેમણે રશિયા જેવા દેશો સાથેની નિકટતા વધારી. શાસક તરીકે તેણે પશ્ચિમમાં લેબનોનના હિઝબુલ્લાહ, યમનમાં હૂતિ બળવાખોરો અને યુક્રેન પર રશિયાના આક્રમણને ટેકો આપ્યો હતો.

ઈબ્રાહિમ રઈસીને ‘તેહરાનના કસાઈ’ તરીકે ઓળખતા હતા

રઈસીને વર્ષ-1988માં તેહરાનમાં તેના ભયાનક હત્યાકાંડ અને કેદીઓની ક્રૂર હત્યા માટે કેટલીકવાર ખાસ કરીને “તેહરાનનો કસાઈ” તરીકે ઓળખવામાં આવતો હતો. આરોપ એવો હતો કે આ નિર્ણય આપનારા ચાર જજોમાં ઈબ્રાહિમ રઈસી પણ સામેલ હતા. ત્યારબાદ તેઓ ઈરાનમાં જજ તરીકે કામ કરતા હતા. આ સમય દરમિયાન તેમણે ઈરાન-ઈરાક યુદ્ધ પછી હજારો રાજકીય કેદીઓની સામૂહિક ફાંસીની આપી હતી. હ્યુમન રાઈટ્સ વોચના જણાવ્યા અનુસાર, ઈરાને આ સમયગાળા દરમિયાન કેટલા લોકોને ફાંસી આપવામાં આવી તે ક્યારેય સ્વીકાર્યું નથી, પરંતુ અંદાજિત સંખ્યા ત્રણ હજારથી લઈ પાંચ હજાર સુધીની છે.

ત્યારે રઈસી તેહરાનના ડેપ્યુટી પ્રોસીક્યુટર જનરલ હતા. તેથી, યુએસ ટ્રેઝરી વિભાગે 2019માં તેમના પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. યુએસએ જણાવ્યું હતું કે રઈસી કથિત રીતે ‘ડેથ કમિશન’માં સામેલ હતો જેણે હજારો રાજકીય કેદીઓને ન્યાય વગર જ ફાંસીની સજાનો આદેશ આપ્યો હતો. જો કે, જ્યારે રઈસીને 2021માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 1988 હત્યાકાંડમાં તેમની કથિત સંડોવણી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પોતાને “માનવ અધિકારોના રક્ષક”તરીકે વર્ણવ્યા હતા.

વર્ષ-2017માં તેઓ ચૂંટણી હારી ગયા

ઈબ્રાહિમ રઈસીએ વર્ષ-2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી, પરંતુ ત્યારબાદ તેઓ હસન રુહાની સામે હારી ગયા હતા. રુહાની ઈરાનના પ્રમુખ તરીકે બીજા કાર્યકાળ માટે મોટા માર્જિનથી જીતી ચુક્યા હતા. પરંતુ પાછળથી 2021માં, રઈસીએ ફરીથી ચૂંટણી લડી અને ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. વર્ષ-2021માં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના સેક્રેટરી-જનરલ એગ્નેસ કેલામાર્ડે રઈસીની ન્યાયતંત્રના વડા હતા ત્યારે કથિત “માનવતા વિરુદ્ધના ગુનાઓ” માટે તપાસની વિનંતી કરી હતી. રઈસીની દેખરેખ હેઠળ ઈરાની સત્તાવાળાઓએ સેંકડો લોકોને નિર્દયતાથી મૃત્યુદંડ આપ્યા હતા એવું કેલામાર્ડે જણાવ્યું હતું.

આ પછી દેશવ્યાપી વિરોધ અને હજારો વિરોધીઓની સામૂહિક ધરપકડ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સેંકડો લોકો ગુમ થયા હતા. બાકીના લોકોને ગંભીર યાતનાઓ અને અન્ય દુર્વ્યવહારને આધિન કરવામાં આવ્યા હતા. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
ભાવનગર

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

Editor By Editor 5 days ago
પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાસ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો
કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી
રેલવે સંપતિને નુકશાન અને ચોરી કરનાર ૧૦3, ટિકિટના કાળાબજારમાં ૧૪ લોકોની ધરપકડ
 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?