- દૂધની મદદથી ઘરે જ બનાવી લો કલાકંદ
- ઝડપથી બનતી આ મિઠાઈથી માતાજી થશે પ્રસન્ન
- પનીર, દૂધ, એલચી, ખાંડ અને પિસ્તાની રહેશે જરૂર
આજે નવરાત્રિનું બીજું નોરતું છે ત્યારે માતાને પ્રસન્ન કરવા માટે તમે રોજ અલગ અલગ પ્રસાદનો ભોગ માતાજીના અલગ અલગ રૂપ અનુસાર લગાવી શકો છો. જો આજે તમે શું ભોગ ધરાવવો તેમ વિચારી રહ્યા છો તો તમે ઘરે જ દૂધની મદદથી સરળતાથી કલાકંદ બનાવી શકો છો. તો જાણો કઈ વસ્તુઓની તમારે જરૂર પડશે.
સામગ્રી
- 11/2 કપ છીણેલું પનીર
- 3/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
- 1/4 કપ લીલી એલચીનો પાવડર
- 2 ચમચી બારીક સુધારેલા પિસ્તા
- ગ્રીસિંગ માટે ઘી
આ રીતે બનાવો કલાકંદ
સૌથી પહેલા પનીરને છીણી લો અને મિક્સરમાં તેને બારીક પીસી લો. હવે એક નાની અને ઊંડી પ્લેટ લો અને તેમાં ઘી લગાવો. અન્ય તરફ એક કડાઈ લો અને તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને છીણેલું પનીર નાંખીને પીસી લો, ધીમી આંચ પર આ મિશ્રણે ચમચીથી હલાવીને ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવો. આ મિશ્રણને લગભગ 4-7 મિનિટ સુધી ચઢવો અને જ્યાં સુધી તે કડાઈની કિનારો પર ચોંટે ત્યાં સુધી તેને હલાવતા રહો. હવે આ મિશ્રણમાં એલચીનો પાવડર મિક્સ કરો. ગેસ પરથી તેને નીચે ઉતારો અને તેમાં બારીક પિસ્તા સુધારીને ચમચીથી સામાન્ય દબાવો. હવે તૈયાર કરાયેલા કલાકંદને રૂમ ટેમ્પ્રેચર પર ઠંડું થવા માટે રાખો. આ પછી તેને ફ્રિઝમાં 2 કલાક માટે સેટ થવા દો. ઠંડું થયા બાદ ફ્રિઝથી કાઢીને ચોરસ ટુકડામાં કાપી લો અને પછી માતાજીને આ શુદ્ધ કલાકંદનો ભોગ ધરો.