મોરબીના ટીંબડી ગામ નજીક આવેલ કાર્બોલેન કોલ કારખાનામાં પિતરાઈ ભાઈ સાથે અન્યને ઝઘડો થતા જે ઝઘડાના સમાધાન માટે ગયેલ યુવક ઉપર કારખાનામાં કામ કરતા દંપતી સહીત ત્રણ વ્યક્તિઓએ પાવડાના ધોકા વડે હુમલો કરતા યુવકને માથાના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે એક મહિલા સહી ત્રણ આરોપીઓ સામે ગુનો રજી.કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ એમપી રાજ્યના રહેવાસી હાલ ટીંબડી ગામે રહેતા રાધેશ્યામભાઇ રતનભાઇ ડામોર ઉવ-૨૪ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ક્રિષ્નપાલ, ક્રિષ્નપાલના પત્નિ તથા મોહિત રહે.ત્રણેય કાર્બોલેન કોલ કારખાનામા પીપળી ગામની સીમ તા-જી-મોરબી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે ગત તા.ગત તા. ૩૧/૦૫ના રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે ફરીયાદી રાધેશ્યામભાઈના મામાના દિકરા મહેશને કાર્બોલેન કારખાનામા રહેતા ક્રિષ્નપાલ, ક્રિષ્નપાલના પત્નિ તથા મોહિત સાથે ઝઘડો થયેલ હોય જેથી રાધેશ્યામભાઈ સમાધાન કરવા જતા ત્રણેય આરોપીઓ ગાળાગાળી કરવા લાગતા જેઓને સમજાવવા જતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાય જઇને ફરીયાદી સાથે ઝઘડો કરવા લાગેલ હોય અને આરોપી ક્રિષ્નપાલ એ લાકડાના ધોકો(પાવડા) વડે મારવા જતા ફરિયાદીએ હાથ આડો કરી લેતા માથામા ધોકો વાગી ગયો હતો તથા આરોપી ક્રિષ્નપાલની પત્નીએ પણ રાધેશ્યામ વાસામા લાકડાના ધોકો(પાવડા) વડે માર માર્યો હતો તથા આરોપી મોહિતે ઢીકાપાટુનો માર મારી ત્રણેય આરોપી ઓએ એકબીજાની મદદગારી કરી રાધેશ્યામભાઇને શરીરે મુઢ ઇજા તથા માથાના ભાગે ફેકચર થયેલ હોવાનુ ડોક્ટર દ્વારા જણાવ્યુ હતું. જેથી રાધેશ્યામભાઇ દ્વારા ત્રણેય આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.