- વેક્યુમ ક્લિનિંગ છે બેસ્ટ કસરત
- ગાર્ડનિંગ અને બાથરૂમની સફાઈથી ઘટશે કેલેરી
- કપડાં ધોવા અને ડસ્ટિંગની આદત પીગાળશે વધારાની ચરબી
શારીરિક રીતે ફિટ અને બીમારીઓથી દૂર રહેવા કોણ નથી ઈચ્છતું, પરંતુ ઘણા લોકો પાસે આ માટે સમય નથી હોતો. ખાસ કરીને જો મહિલાઓની વાત કરીએ તો તેમની પાસે ઘર, બાળકો અને પરિવારની સંભાળ લીધા બાદ પોતાના માટે ઘણો ઓછો સમય બચે છે. આ સાથે જ તેઓ જીમમાં જઈને સમય અને પૈસા વેડફવાનું ટાળે છે. જેના કારણે ઘણી વખત તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી અને તેમનું વજન વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે 7 ઘરગથ્થુ કામ કરો છો તો તમે ઝડપથી કેલરી બર્ન કરી શકો છો અને તમારું વજન પણ કંટ્રોલમાં રાખી શકો છો.
વેક્યુમિંગ
વેક્યૂમ ક્લીનર વડે ઘર સાફ કરવા માટે તમારે હેવી વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવો પડશે અને વેક્યૂમ ક્લીનર ખેંચવાથી વજન અને તીવ્રતાના આધારે દર કલાકે 150 થી 300 કેલરી બર્ન થઈ શકે છે.
પોતા કરવા
ફ્લોર મોપિંગ કરવાથી એટલે કે પોતું કરવાથી સ્નાયુઓ પણ સક્રિય થાય છે અને તે એક ઉત્તમ કસરત છે, જેના દ્વારા તમે દર કલાકે 150 થી 250 કેલરી બર્ન કરી શકો છો.
બારીઓ અને દરવાજા સાફ કરવા અથવા ધોવા
તમારા ઘરના બારી-બારણાં સાફ કરવા કે ધોવા એ પણ એક યોગ્ય કસરત છે, જેના કારણે તમે દર કલાકે 150 થી 250 કેલરી બર્ન કરી શકો છો. આનાથી માંસપેશીઓ પણ મજબૂત થાય છે અને શરીરને યોગ્ય કસરત પણ મળી રહે છે.
ગાર્ડનિંગ
જો તમારા ઘરમાં મોટો કે નાનો બગીચો છે, તો ત્યાં ગાર્ડન કરીને તમે માત્ર ઇકો-ફ્રેન્ડલી વાતાવરણ બનાવી શકો છો. આ સાથે જ તમે તેની કેર કરીને તમારી કેલેરી પણ બર્ન કરી શકો છો. ઘાસ કાપવું, પાંદડા એકઠા કરવા, નીંદણ ખેંચવા જેવી પ્રવૃત્તિઓ કરવાથી દર કલાકે 200 થી 400 કેલરી ઘટાડી શકાય છે.
કપડાં ધોવા
હાથથી કપડા ધોવા, નિચોવવા અને સૂકવવા એ એક ખાસ કસરત છે. જેમાં તમારા આખા શરીરની કસરત સરળતાથી કરી શકો છો અને તમે દર કલાકે 100 થી 200 કેલરી બર્ન કરી શકો છો.
બાથરૂમની સફાઈ
નિયમિતપણે બાથરૂમની સફાઈ કરીને તમે તમારા આખા શરીરની કસરત પણ કરી શકો છો. તેનાથી તમારું બાથરૂમ બેક્ટેરિયા પણ મુક્ત રહેશે અને તમે બાથરૂમ સાફ કરીને 150 થી 300 કેલરી બર્ન કરી શકો છો.
ડસ્ટિંગની આદત
ઘરમાં ધૂળ ખૂબ જ ઝડપથી જમા થઈ જાય છે, આવી સ્થિતિમાં જો તમે ઘરને સાફ કરવા અને ઘરને વ્યવસ્થિત રાખવા માટે ડસ્ટિંગ કરો છો, તો તમે માત્ર ગંદકી જ સાફ નથી કરતા પરંતુ દર કલાકે 100-200 કેલરી પણ બર્ન કરી શકો છો.
Disclaimer : આ આર્ટિકલ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે. આ વાત સાથે સંદેશ સહમત નથી.