મોરબી જિલ્લા એસપી દ્વારા ચાર પીઆઇની આંતરિક બદલી કરાઈ
Share
SHARE
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લાના ચાર પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં એન.એ. વસાવા સી.પી.આઈ. મોરબી ખાતામાંથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી અપાઇ છે. એન.આર.મકવાણાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ તરીકે નિમણૂક અપાઇ છે. આર એસ પટેલની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પી.આઇ. તરીકે અને કે.કે. દરબારની સી.પી.આઈ. મોરબી ખાતે પીઆઈ તરીકે નિમણૂક કરાઇ છે. ઉપરાંત તેમને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની કામગીરી પોતાના ચાર્જ ઉપરાંત વધારાની કામગીરી સોંપાય છે.