ઉનાળાની કાળઝાળ ગરમી બાદ વરસાદનું આગમન થાય ત્યારે દરેક લોકો ખુશી અનુભવે છે પરંતુ આ વરસાદ ગંદકી, બીમારી સહિત અનેક પ્રશ્નો લઈને પણ આવે છે
ચોમાસાની ઋતુનું આગમન થઈ ગયું છે આમ તો દરેકને ગમતી આ વરસાદની ઋતુમાં ખાનપાનથી લઈ અને પછી તેમજ સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે. ઉનાળાની કાળજાળ ગરમી બાદ વરસાદનું આગમન થાય છે ત્યારે દરેક લોકો ખુશી અનુભવે છે પરંતુ આ વરસાદ ગંદકી, બીમારી અને અનેક પ્રકારના પ્રશ્નો લઈને પણ આવે છે. વરસાદ ની ઋતુમાં પાણીજન્ય રોગોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ઘરમાં રહેલા બાળકો અને વડીલોની ખાસ કાળજી રાખવી જરૂરી બની જાય છે. વરસાદની મોસમનો આનંદ લેવા સાથે નાની નાની કાળજી રાખવામાં આવે તો સ્વસ્થ રહી આ ભીની ઋતુની મજા માણી શકાશે. ખોરાક, પાણી તેમજ શરીરની કાળજી લેવામાં આવશે તો સ્વસ્થ રહી શકશો આ બાબત ડો.અમી દેસાઈ કેટલીક ટિપ્સ આપે છે.
*ખોરાકનો રાખો ખ્યાલ:સૌપ્રથમ ભોજનની વાત કરીએ તો આ ખોરાક પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વર્ષા ઋતુમાં ખોરાક અંગે ખાસ કાળજી રાખવી જરૂરી છે. ઠંડા ભીના વાતાવરણમાં ભજીયા જેવી ચટપટી વાનગી ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે પરંતુ બહારની આ પ્રકારની વાનગી ખાવાથી બચવું જોઈએ. ભોજન બનાવતા પહેલા ફળો અને શાકભાજી બરાબર ધોઈ લો અને કાચો ખોરાક ખાવાનું ટાળો.
*ભરપૂર પાણી પીવો: વરસાદની ઠંડી ઋતુમાં ભેજના કારણે પાણીની તરસ ઓછી લાગે છે આ ઉપરાંત ઘરમાં જ રહેવાથી ઉનાળામાં લાગતી તરસનું પ્રમાણ ઓછું થઈ જાય છે આમ છતાં સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ પુષ્કળ પાણી પીવું એ ફાયદાકારક છે ઉકાળેલું અથવા તો ફિલ્ટર કરેલ પાણી પણ આ ઋતુમાં પી શકાય છે.
*સ્વચ્છતાનો રાખો ખ્યાલ: વરસાદની ઋતુમાં સ્વચ્છતા નું ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે ઘરમાં સફાઈ નું ધ્યાન રાખવું જરૂરી છે ઘરના આંગણામાં કે પછી બાલ્કનીમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખો કારણ કે આ પાણીમાં જ મચ્છર જન્ય રોગો થાય છે.
*ચેપ લાગવાથી બચો: વરસાદની મોસમમાં વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે રહે છે જેથી કરીને શરદી અથવા તો ઉધરસ થાય ત્યારે ખાસ ખ્યાલ રાખો છીંક ખાતી વખતે મો પર રૂમાલ રાખો અને બેક્ટેરિયાને ફેલાતા રોકો
*બહાર નીકળો ત્યારે ધ્યાન રાખો: વરસાદી ઋતુમાં બહાર નીકળો ત્યારે યોગ્ય ચપ્પલ પહેરીને નીકળો. પાણી ભરેલા ખાડામાં ચાલવાનું ટાળો. જો કોઈ ઇજા થઈ હોય તો વરસાદી પાણીથી ખાસ બચીને રહેવું જોઈએ.
આ બધી બાબતો ઉપરાંત શરૂઆતના વરસાદના દિવસો પછી વરસાદમાં ભીના થવાનું ટાળો. કસરત માટે પણ સમય કાઢી લો અને યોગ પ્રાણાયામ પણ કરો. દિવસમાં ઓછામાં ઓછું બે વખત સ્ટીમ લો.જેથી શરદી થવાની શક્યતા ઓછી રહે.દૂષિત પાણી ક્યાંય પણ ભરવા ન દો,નહિતર મચ્છર અને અન્ય જંતુઓનો ઉપદ્રવ થશે.