કલેકટર જેવો પાવર ધરાવતાં સી.સી. મહેતાના કૌભાંડો ખુલવાની સંભાવના
રાજકોટ જિલ્લા જમીન માપણી દફતર ડી.એલ.આર.ના જમીન કૌભાંડો ખુલતાં હવે જમીન ધારકોમાં ચિંતા અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. ખાસ કરીને જમીન ખરીદ્યા બાદ લાંબા ઉપર અચાનક ભૂમાફિયાઓની પેશકદમી થઇ ગઇ છે તેવા જમીન ધારકોની દોડધામ વધી ગઇ છે.
ડીએલ આર કર્મચારીઓ સામે ઉઠેલી ફરિયાદના પગલે હવે કેટલાક જમીન માલિકોએ ડીએલઆરમાં તેમની જમીનના હકક ચોકસીના નકશા માંગવાની સાથે આ કચેરી દ્વારા તૈયાર કરાયેલા સર્વે નંબરના ઉતરોતર નકશાઓની માગણી પણ થઇ રહી છે. પૈસા ભરવા છતા ઉતરોતર નકશામાં ચતુર્દિશામાં ફેરફાર જણાતાં કેટલાક અરજદારોએ હવે આર.ટી.આઇ. હેઠળ અરજી કરી છે. તેમજ કોર્ટમાં પણ અરજ કરવા તજવીજ હાથ ધરી છે. ડીએલઆર કચેરીના સર્વેયર સી.સી.મહેતા સામે એસીબી સહિત રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સી.સી.મહેતા ચોકકસ ખાનગી સર્વેયરો સાથે રહી ભુમાફિયાઓની તરફેણમાં આવે એવી હરકતો કરી રહયાની ફરિયાદ અરજદારોએ કરી છે.