ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા તા.1 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વી કેન ગ્રુપના બહેનો સાથે રેલવે સ્ટેશનની સફાઈ કરાઈ
શુભમ ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સીડ બોલ બનાવવાની પ્રક્રિયા વિશે સમજણ સાથે પર્યાવરણ અંગે જાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા અને પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એક જુલાઈથી 15 જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી સાથે સાથે અન્ય પ્રવૃત્તિ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન શહેરના જુદા જુદા સ્થળો ની સફાઈ કરવાના કાર્યક્રમોનું આયોજન થયું હતું તેમાં વી કેન ગ્રુપના બહેનો પણ જોડાયા હતા. સ્વચ્છતા ઉપરાંત બાળકો પર્યાવરણ વિશે પણ જાગૃત થાય તે માટે એક રથ બનાવવામાં આવ્યો છે જે શહેરની શાળાઓમાં ફરીને બાળકો પર્યાવરણ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવશે. સ્વચ્છતા સાથે સીડ બોલ બનાવવાની પ્રવૃત્તિ પણ કરવામાં આવી છે.
તાજેતરમાં રેલ્વે સ્ટેશન સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં વી કેન ગ્રુપના બહેનો સાથે રેલવેના ઓફિસર તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓ પણ જોડાયા હતા.
સ્વચ્છતા ના પ્રચાર પ્રસાર માટે એક રથફાળ બનાવવામાં આવ્યો છે જે શાળાઓની મુલાકાત લઇ બાળકોને સ્વચ્છતા નું મહત્વ સમજાવશે સ્વચ્છતા રાખવા માટે આ એક ખૂબ જ મહત્વનું પગલું છે.
આ ઉપરાંત હાલમાં શુભમ ગ્લોબલ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને સીડ બનાવવાની કામગીરી સમજાવવામાં આવી હતી. વડ લીમડો પીપળો વગેરે આપણા પૌરાણિક વૃક્ષો ના બી ને સૂકવીને તેને માટીમાં મૂકી બોલ બનાવી તેને સૂકવીને પછી જ્યારે બહાર જઈએ,બગીચા ખેતરમાં કે પછી રસ્તાની બંને બાજુએ એ બોલ વેરી દેવામાં આવે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે તે બી માંથી વૃક્ષ ઊગી નીકળે છે આ રીતે સીડ બોલ બનાવવાની પ્રક્રિયા બાળકોને સમજાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ પર્યાવરણ ની જાળવણી કરે તેમ જ વૃક્ષો વાવવા માટે પ્રેરણા મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાબત વી કેન ગ્રુપના પીનાબેન કોટકે જણાવ્યું હતું કે સીડ બોલ એક્ટિવિટી દ્વારા બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે છે.મોન્સુનમાં જ આ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જેમાં માટી ખાતર અને જે તે વૃક્ષનું બી લઈ બોલ બનાવવામાં આવે છે તેમજ તે જ્યારે સુકાઈ જાય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે આપણે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે આ બોલને જમીનમાં વેરી દેવાથી જ્યારે વરસાદ પડશે ત્યારે એ બીજમાંથી કૂપળો ફૂટી નીકળશે. બાળકોમાં તે આ પ્રવૃત્તિ ખૂબ જ પ્રેરણા આપે તેવી અને નવી છે જેથી બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યક્રમો ભાગ લીધો હતો.