વિરાણી મેદાનના ફૂડ ઝોન અને ટાગોર રોડ પર ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યા પણ ચેકીંગ
રાજકોટના જૂના મોરબી રોડ પર ગિરિરાજ પાર્ટી પ્લોટ પાસે આવેલા ગિરીરાજ રેસ્ટોરેન્ટ, સરદારનગર રોડ પર પુજારા ટેલિકોમ પાસે આવેલા બાલાજી ઘુઘરા તેમજ દૂધ સાગર રોડ પર આવેલી રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમીટેડ સંચાલિત દૂધની ડેરીમાં
મનપાની ફૂડ શાખા ત્રાટકી હતી. ઉક્ત ત્રણેય સ્થળેથી શંકાસ્પદ જણાતી ફૂડ સામગ્રીના નમુના લેવામા આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના વિરાણી ગ્રાઉન્ડ, હોકર્સ ઝોન- ટાગોર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 03 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 30 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમા સીઝલીંગ ધ લાઈવ કીચન, મોવિયા આઇસક્રીમ, શ્રી રામ વડાપાઉં લાયસન્સ વગર જ ધંધો કરતા હોય તેને નોટિસ ફટકારવામા આવી હતી. આ ઉપરાંત પટેલ વડાપાઉં, મુંબઈ સ્નેક્સ, લોફ એંડ લેટ, અગડબમ, ધ સાઉથ એક્સપ્રેસ, વ્હી રાજા પાઉંભાજી, ફ્રેન્કી ફીલ, પાસ્તા મેગી, જ્યુસી બાર, શેક & જેક, જીબી સોરમા, ધ સેન્ડવિચ અડ્ડા, ક્રેવયાર્ડ મોમોસ, રેડ બ્રિક પિઝા, વેહરા પાણિપુરી, પાઉંભાજી વાલા, સંતોષ ભેળ, ફ્રેન્કી કિંગ, સ્વિચ ફ્રાઇસ પેઢીમાં તપાસ કરવામા આવી હતી.
ગિરીરાજ, બાલાજી ઘુઘરા, દૂધની ડેરીમાંથી લેવાયા નમુના
(1) પનીર ટીકા મસાલા (પ્રિપેર્ડ સબ્જી- લૂઝ): સ્થળ- ગિરિરાજ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ ઝોન, ખોડિયાર પાર્ક -2, ગિરિરાજ પાર્ટી પ્લોટ પાસે, જૂનો મોરબી રોડ
(2) મીઠી ચટણી (લુઝ): સ્થળ- મોર્ડન ફૂડઝ (બાલાજી ઘૂઘરા), પાયલ નિલદીપ બિલ્ડીંગ, પૂજારા ટેલિકોમ સામે, ગ્રા. ફ્લોર, સરદારનગર મેઇન રોડ, રાજકોટ.
(3) AMUL BUFFALO MILK (FROM 500 ML. PACK): સ્થળ- રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ, રાજકોટ ડેરી, દૂધ સાગર માર્ગ, ન્યુ પાવર હાઉસ પાસે, રાજકોટ.