- વિદેશ મંત્રીએ જણાવ્યું કે ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ
- એક રીતે ગાંધીજી દ્વારા અતીત કરાયેલા કાર્યોનું પરિણામ છે
- જાપાનની રાજધાની ટોક્યોના એડોગાવામાં ફ્રીડમ પ્લાઝમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અનાવરણ કરી
દેશના વિદેશ મંત્રી એસ.જયશંકરે આજે રવિવારે મહાત્મા ગાંધીની પ્રતિમા અનાવરણ કરી છે. ત્યારબાદ તેમને વિશ્વને મહાત્મા ગાંધીનો સંદેશ પણ આપ્યો હતો. વિશ્વમાં આજે પણ મહાત્મા ગાંધીનો સંદેશ લાગુ થાય છે. એસ.જયશંકરે આ અંગેનો સંદેશ ટોક્યોના એડોગાવામાં આવેલા ફ્રીડમ પ્લાઝામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અનાવરણ કરતા સમયે આપ્યો હતો.
બીજા દેશોના વિદેશ મંત્રીઓની બેઠક માટે લાઓસથી બે દિવસના પ્રવાસે જયશંકર જાપાન પહોંચ્યા હતા. જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જે તેઓનું સ્વાગત કર્યું હતું.
જાપાનમાં એડોગામાં લિટલ ઈન્ડિયા વસ્યું
વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, એડોગામાં લિટલ ઈન્ડિયા વસી રહ્યું છે. ભારત-જાપાનના લોકોની વચ્ચે મજબૂત સંબંધ જોઈ ખુશી થઈ. તેમને કહ્યું કે, એડોગાવા વોર્ડે ભારતની સાથે સંબંધ મજબત કરવા માટે મહાત્મા ગાંધીની આ અદભુત પ્રતિમાને સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. જયશંકરે કહ્યું કે ભારતના લોકો ગાંધીજીને રાષ્ટ્રપિતા માને છે. પરંતુ વિશ્વ માટે આ વાસ્તમમાં એક વૈશ્વિક પ્રતીક છે અને આપણે જાતે પૂછવું પડશે કે આ પ્રતિમાને અહીં રહેવું શા માટે મહત્ત્વપૂર્ણ છે. હું આના ત્રણ કારણ વિચારી શકું છે.
ગાંધીજીનો સંદેશ સમગ્ર વિશ્વ માટે પ્રાસંગિક છે
ગાંધીજી ચોક્કસપણે સર્વસમાવેશકતાના સમર્થક હતા અને આજે આપણે ભારત અને સમગ્ર વિશ્વમાં આ જોઈ રહ્યા છીએ.’ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘ગાંધીજીએ તેમની ટોક્યોની યાત્રા એડોગાવામાં અનાવરણ કરીને શરૂ કરી. બાપુની સિદ્ધિઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે અને તેમનો શાંતિ અને અહિંસાનો સંદેશ કાલાતીત છે. તેમના સિદ્ધાંતો આજે પણ વધુ સુસંગત છે, જ્યારે વિશ્વમાં ખૂબ સંઘર્ષ, તણાવ અને ધ્રુવીકરણ છે.” તેમણે એડોગાવાના મેયર તાકેશી સૈતો, વિદેશ બાબતોના સંસદીય ઉપમંત્રી માસાહિરો કોમ્યુરા, સાંસદ હિદેઓ ઓનિશી, ભારતીય સમુદાયના સભ્યો અને અન્ય લોકોને સંબોધિત કર્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય લોકોએ ભારતના મિત્રોનો આભાર વ્યક્ત કર્યો. વિદેશ મંત્રીએ કહ્યું, “મને મેયર તરફથી એ સાંભળીને આનંદ થયો કે ટોક્યોમાં ભારતીય સમુદાયના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા પાર્કનું નામ પણ ટૂંક સમયમાં ગાંધી પાર્ક રાખવામાં આવશે.”
ભારત-જાપાન સંબંધોને મજબૂત કરવા પર ભાર
વિદેશ મંત્રી એસ.જયશંકરે આગળ જણાવ્યું કે, હું ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે આનાથી વધુ સારી રીત અને વધુ યોગ્ય ક્ષણ વિશે વિચારી શકતો નથી.” વિદેશ મંત્રીએ કહ્યું કે ગાંધી વિના ભારતે કદાચ આઝાદી માટે લાંબો સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હોત અથવા તો બીજી દિશામાં જતું હોત.


