- એલચીનું ફાઈબર વજન ઘટાડવામાં કરશે મદદ
- શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં અકસીર
- બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ ફાયદારૂપ
એલચી ભારતીય મસાલાનો મહત્વનો ભાગ છે. તેની સુગંધ તમારા ભોજનનો સ્વાદ તો વધારે છે પણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. ખાસ કરીને જો તમે નિયમિતપણે ખાલી પેટે દરરોજ 2 એલચીનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્યને અનેકગણા ફાયદા થઈ શકે છે. તો જાણો કઈ સમસ્યાઓમાં રામબાણ રહેશે એલચીનો ઉપયોગ.
વજન ઘટાડવામાં ફાયદાકારક
એલચીમાં ફાઈબર હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરી રાખે છે, જે તમારી ભૂખ ઓછી કરે છે. આ ઉપરાંત એલચી મેટાબોલિઝમ વધારવામાં પણ ફાળો આપે છે, જે કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
પાચનતંત્રને સ્વસ્થ રાખો
એલચી પાચન ઉત્સેચકોના સ્ત્રાવને પ્રોત્સાહન આપે છે, જે ખોરાકના સરળ પાચનમાં મદદ કરે છે. ખાલી પેટે એલચીનું સેવન કબજિયાત, અપચો અને ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેના બળતરા વિરોધી ગુણો પેટના સોજાને ઘટાડવામાં પણ મદદરૂપ છે.
શ્વાસની દુર્ગંધ દૂર કરશે
શ્વાસની દુર્ગંધ એ એક સામાન્ય સમસ્યા છે, જેનો ઉકેલ એલચીમાં છે. એલચીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે મોઢામાં રહેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે એક એલચી ચાવવાથી શ્વાસમાં તાજગીનો અનુભવ થશે.
રોગપ્રતિકારક શક્તિ વધારવી
એલચીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે. તેનું નિયમિત સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે અને શરીરને વિવિધ ઈન્ફેક્શનથી બચાવી શકાય છે.
ત્વચા માટે ફાયદાકારક
એલચીમાં મોટા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી હોય છે, જે ત્વચાને કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે. તેનાથી ત્વચા ટાઈટ થાય છે અને કરચલીઓ ઓછી થાય છે. આ સિવાય એલચીના બળતરા વિરોધી ગુણો પણ ત્વચાની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે.