- બીટનું ડાયટરી ફાઈબર ઓવરઈટિંગથી બચાવશે
- વિટામિન્સ અને મિનરલ્સનું પોષણ સરળતાથી થશે
- યુરિન ઈન્ફેક્શનમાં મદદ કરશે બીટનો જ્યૂસ
બીટરૂટ એ કંદમૂળ છે. મોટાભાગે તેનો ઉપયોગ સલાડમાં થાય છે, જો કે તેનો જ્યૂસ પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમાં પોષક તત્વોની કોઈ કમી નથી, તે આયર્નનો ભરપૂર સ્ત્રોત છે. તેમાંથી ડાયેટરી ફાઈબર, નેચરલ શુગર, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ પણ મળે છે. તો જાણો રોજ ખાલી પેટ બીટરૂટનું સેવન કરો છો તો તેની શરીર પર કેવી થશે અસર.
ખાલી પેટે બીટરૂટ ખાવાના ફાયદા
1. યૂરિન ઈન્ફેક્શનમાં લાભદાયી
ભારતમાં ઘણા લોકો યુરિન ઈન્ફેક્શનની સમસ્યાનો સામનો કરે છે, જેમાં મુક્તપણે પેશાબ કરવામાં અસમર્થતા, પેશાબમાં બળતરા વગેરેનો સમાવેશ થાય છે. તેનાથી બચવા માટે સવારે ઉઠીને બીટરૂટનો રસ પીવો, તેનાથી ઘણી રાહત મળશે.
2. શરીરમાં જળવાશે પાણીનું પ્રમાણ
શરીરનો મોટાભાગનો ભાગ પાણીથી બનેલો છે, તેથી શરીરમાં પ્રવાહીની ખામી ક્યારેય ન થવી જોઈએ. પરંતુ જો વોટર રીટેન્શન થવા લાગે તો તે મુશ્કેલીનું કારણ બની જાય છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો ખાલી પેટ ચોક્કસથી બીટરૂટ ખાઓ.
3. વજન ઘટાડવામાં મદદરૂપ
જે લોકો વધતા વજન, પેટ અને કમરની ચરબીથી પરેશાન હોય છે, તેમણે સવારે બીટરૂટ ખાવું જોઈએ, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઈબર હોય છે, જેના કારણે વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમે ઓવરઈટિંગથી બચી જશો.
4. પોષક તત્વોનું શોષણ
બીટરૂટ પોતે પોષક તત્વોથી ભરપૂર છે, મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાતો તેને સવારે ખાલી પેટ ખાવાની ભલામણ કરે છે કારણ કે આમ કરવાથી પોષક તત્વોનું શોષણ સુધરે છે, ખાસ કરીને વિટામિન્સ અને મિનરલ્સનું પોષણ સરળ બની શકે છે.