શહેરના 350 લોકોને સમૂહ ધ્યાનનો લાભ લીધો
જીવન, આધ્યાત્મિકતાને લગતા પ્રશ્નોના ઉદાહરણ સાથે દાજીએ આપ્યા જવાબ
હાર્ટ ફુલનેસ વૈશ્વિક સંસ્થાના માર્ગદર્શક પરમ પૂજ્ય દાજી ની રાજકોટ ની બે દિવસીય મુલાકાત અત્યંત સુખરૂપ અને આધ્યાત્મિક વિકાસ કરવા માટે ખૂબ મદદરૂપ રહી. તારીખ 9 શુક્રવારે સાંજે 6:30 વાગે દાજી ની હાજરીમાં રાજકોટ શહેરના 350 લોકોને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ માં સમૂહ ધ્યાનનો લાભ પ્રાપ્ત થયો.
તારીખ 10 અને સવારે 8:30 વાગે ન્યારી ડેમ પાસે વિનુભાઈ ના આશ્રમ ખાતે 150 થી વધારે લોકોને દાજીએ બીજી ધ્યાનની સીટીંગ આપી. જીવન તેમજ આધ્યાત્મિકતા ને લગતા કેટલાક પ્રશ્નોના જવાબ પણ દાજી એ ખૂબ વ્યવહારુ અને સરળ રીતે જુદા જુદા ઉદાહરણ દ્વારા લોકોને સમજાવ્યા.
ભગવાન રામ , ક્રિષ્ન કે મહાદેવ શિવ પણ ધ્યાન કરતા જોવા મળે છે ત્યારે જો દેવને પણ ધ્યાન કરવાનું ઉચિત લાગતું હોય આપણે બધાએ ધ્યાન કરવું જોઈએ કે કેમ? ધ્યાનના મહત્વની સાથે જન્મતાની સાથે જ ઈશ્વર એક શક્તિ કે તાકાત સ્વરૂપે વ્યક્તિની સાથે જ હોય છે ત્યારે આ ઈશ્વરીય શક્તિને બહાર શોધવાની આવશ્યકતા નથી. ઈશ્વર પ્રકૃતિ આપણને અનેક રીતે જીવન જીવવા માટે ઉપયોગી થાય છે. આપણે સામાન્ય સેવા આપનાર વેઈટર કે ડ્રાઇવરને પણ થેન્ક્યુ કહીને આભાર વ્યક્ત કરતા હોય છે ત્યારે , ક્યારેય આપણે જીવન આપનાર ઈશ્વરનો કોઈ દિવસ ખરા હૃદયથી આભાર માન્યો ખરા?
ધ્યાન એ ઈશ્વરની સ્તુતિ અને આભાર વ્યક્ત કરવાની એક સરળ પદ્ધતિ પણ છે. દાજીએ એક પ્રશ્નના જવાબમાં ખરા અર્થમાં આઝાદીનો અર્થ સમજાવતા જે સાચું છે અને કરવા યોગ્ય છે એ કરવું જોઈએ એ કરવાની પણ શીખ આપેલી. પ્રકૃતિમાં સૂર્ય , પૃથ્વી , ચંદ્ર વગેરેમાં કેટલી નિયમિતતા છે? આપણા જીવનમાં પણ નિયમિતતા અને સ્વયં શિસ્ત લાવી રોજ ધ્યાન માટે સમય કાઢવો જોઈએ.
રાજકોટની મુલાકાત દરમિયાન દાજી દ્વારા રાજકોટના કેટલાક સમાજ શ્રેષ્ઠિઓ સાથે પણ કેટલીક ખેડૂતો , ગામડાના લોકો , પ્રાકૃતિક ખેતી અને શિક્ષણમાં કેટલીક પરી યોજનાની ચર્ચા પણ કરી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
રાજકોટના સ્વયંસેવકો નો ઉત્સાહ હર્ટફૂલનેસ ના વૈશ્વિક ગાઈડ દાજીના આગમનથી બેવડાયો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્ટ ફુલનેસ પરિવાર કાર્યક્રમમાં પધારેલ તમામ ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.
આટલું સુંદર અને મોટું આયોજન કરવામાં શ્રી પ્રીતમભાઈ, ડોક્ટર વિવેક શર્મા , રૂપેન મહેતા , સતિષભાઈ મહેતા , અર્ચનાબેન શર્મા , નિલેશ પંડ્યા , લલિત ચંદે , ગીરીશભાઈ કામદાર, તુષારભાઈ ચાણપૂરા , અલક બોઝ , સંજયભાઈ , અદિતિ દુબે, નુપુર બેન ગુપ્તા , કરન બખાઈ , અમીસ દુબે , માંડાણીભાઈ , ઇશ્વરભાઇ , કરણ પાલીવાલ , જયભાઈ શેઠ , જયેશભાઈ હુબલ , રમેશભાઈ અનળકટ , રાજેશ મહેતા , પ્રવીણસીહજી બાપુ , પુજારાભાઈ વગેરે અભ્યાસી ભાઈ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા રાત દિવસ જહેમત ઉઠાવેલ.