ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ – મૈથિલીશરણ મહારાજ
Share
SHARE
મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાં
મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેમાં શ્રી મૈથિલીશરણજી મહારાજનાં ઉદ્બોધનમાં જણાવાયું કે, ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે કૈલાસ ગુરૂકુળ મહુવામાં યોજાયેલ તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં કથાકાર વકતાઓનાં ઉદ્બોધન લાભ મળ્યો છે. આ સંગોષ્ઠીમાં ઋષિકેશનાં મૈથિલીશરણ મહારાજે તત્વ દર્શન સાથે સંતોષનું મહાત્મ્ય રજૂ કર્યું. તેઓએ કહ્યું કે બધું ભેગુ કરે તે અને વધુ ત્યાગ કરે તેને આપણે મહાન ગણીએ છીએ, તેમાં અતિરેકભાવ છે. ભક્તિ માટે ખરેખર શું જરૂરી.? ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ રહેલું છે. સર્વશ્રેષ્ઠમાં પણ અહંકારભાવ છે, જ્યારે શ્રેષ્ઠ હોવું તે તૃપ્તિભાવ છે.
વૃંદાવનનાં ગૌરદાસજી દ્વારા તુલસી જન્મોત્સવ પ્રસંગે સુંદર ગાન સાથે શ્રી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરેલ. મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેનાં પ્રારંભિક સંકલન સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષી રહ્યાં.
સવારનાં સત્રમાં યશોમતીનાં સંચાલન સાથે વિવિધ કથાકાર વક્તાઓમાં ગોવિંદદેવ (ઉજ્જૈન), શ્રી અનિતાદેવી (હમીરપુર), સંતરામકુમારદાસ (અયોધ્યા), વંદના શાસ્ત્રી (દેવરિયા), સંતદાસ (બરસાના) તથા અંજનીશરણ ગોસ્વામી (ભોપાલ) દ્વારા તુલસી સાહિત્ય તથા સંદર્ભ પ્રસંગ નિરૂપણ થયેલ. આ ઉપરાંત વક્તાઓએ પણ પોતાનાં ભાવ વ્યક્ત કરેલ.
મોરારિબાપુ દ્વારા તુલસી જન્મોત્સવ પ્રસંગે રવિવારે સન્માનિત કથાકાર વક્તાઓ દ્વારા બીજા સત્રમાં ઉદ્બોધન ઉપક્રમ યોજાયેલ. આ સત્ર સંચાલનમાં ઝાંસીનાં શ્રી શશીશેખરજી રહ્યાં. તુલસી જન્મોત્સવ પ્રસંગે વાલ્મીકિ, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન અર્પણ થનાર છે, આ સન્માનમાં શ્રી રામાનંદદાસજી મહારાજ (અયોધ્યા), સ્વામી શ્રી રત્નેશજી મહારાજ (અયોધ્યા), શ્રી યદુનાથજી મહારાજ (અમદાવાદ), પંડિત શ્રી ગજાનન શેવડેજી (મુંબઈ), પાર્શ્વગાયક શ્રી મૂકેશજી વતી શ્રી નીતિનજી (મુંબઈ), શ્રી અખિલેશ ઉપાધ્યાયજી (જમનિયા) અને શ્રી હિરામણી માનસ ભારતી (વારાણસી)નો સમાવેશ થાય છે, જેમાંનાં વક્તાઓએ સુંદર પ્રાસંગિક વ્યાખ્યાન વક્તવ્યો આપ્યાં.
મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેમાં વિદ્વાન વક્તા કથાકારો સામેલ થયાં.