- યોગ્ય રીતે કરાયેલું એયર સાયકલિંગ કરશે મદદ
- લેગ લિફ્ટ એક્સરસાઈઝથી ઘટશે ફેટ
- બોડી ક્રંચ એક્સરસાઈઝથી મળશે પરફેક્ટ ફિગર
જીમ કે અન્ય કોઈ ફિઝિકલ એક્ટિવિટીની મદદથી ફિટ રહેવું આજકાલ ટ્રેન્ડ બની ચૂક્યું છે. કલાકો પરસેવો પાડીને ફિટ રહેવાની કોશિશ અનેક લોકો કરે છે. પણ જો તમે જીમ જવાનું વારંવાર ટાળો છો તો તમારે તમારા રૂટિનમાં થોડો ફેરફાર કરી લેવો જોઈએ. તમે ઘરે જ કેટલીક સરળ કસરતની મદદથી ફેટ કે કેલેરીને બર્ન કરી શકો છો. ખાસ વાત એ છે કે કેટલીક કસરતો એવી છે જેને માટે તમારે કોઈ પરિશ્રમ કરવાનો નથી. તમે તેને બેડ પર જ કરી શકો છો. તો જાણો શું કરવુ.
વધી રહ્યા છે સ્થૂળતાના કિસ્સા
કેટલાક સમયથી લોકો ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટી ખાનપાનની આદતના બંધાણી બની ચૂક્યા છે. આ કારણે ઝડપથી વજન વધવું અને સ્થૂળતાના કિસ્સા વધી રહ્યા છે. લોકો સ્થૂળતાને એક સમસ્યા માને છે પણ તે કોઈ બીમારીથી ઓછી નથી. એક રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 135 મિલિયન લોકો સ્થૂળતાથી પ્રભાવિત છે. એટલું નહીં દુનિયામાં લગભગ 1.9 બિલિયન યુવા ઓવરવેટ છે અને 650 મિલિયન સ્થૂળતાનો શિકાર છે. જો તમારી પાસે જીમ જવાનો સમય નથી તો તમે અહીં બતાવેલી 3 કસરતને ઘરે જ કરી લો તે જરૂરી છે.
એયર સાઈકલિંગ
પથારી પર આડા પડીને તમે એયર સાઈકલિંગ એટલે કે હવામાં પગ ચલાવવાની કસરત કરી શકો છો. બાળપણમાં લોકો તેને એક ગેમની જેમ રમતા પણ બીઝી લાઈફસ્ટાઈલમાં તમે તેને એક્ટીવિટીની જેમ યૂઝ કરી શકો છો. આ માટે બેડ પર આડા પડો અને 90 ડિગ્રીના એંગલ પર પગને ઊંચા કરો. ઓછામાં ઓછું રોજ 10 મિનિટ માટે આવું કરો અને ફરક જુઓ.
લેગ લિફ્ટ એક્સરસાઈઝ
આ કસરતમાં તમારે પગને 90 ડિગ્રીએ સીધો કરવાનો છે અને આ સ્થિતિમાં રાખવાનો છે. આ કસરતમાં તમારે દીવાલની મદદ લેવાની છે, તમે સૂઈને દીવાલ પર પગ ટેકવીને આડા પડો. તેનાથી તમને અનેક ફાયદા મળશે. તમારા શરીરનો નીચેનો ભાગ મજબૂત બનશે અને સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ મળશે. તમે ઈચ્છો તો આ રીતે આખી રાત પણ સૂઈ શકો છો.
બોડી ક્રંચ એક્સરસાઈઝ
પેટ, હાથ અને જાંઘની ચરબીને ઓછી કરવા માટે બોડી ક્રંચ એક્સરસાઈઝને કરવાનું સારું રહે છે. તેને કરવા માટે તમે બેડ પર આડા પડો અને સાથે જ હાથ-પગને ઉપરની તરફ સ્ટ્રેચ કરો. આ પછી બોડીને પુશ કરીને ઘૂંટણને અડવાની કોશિશ કરો. આમ રોજ 10 મિનિટ કરશો તો ફેટ બર્ન થશે અને એકસ્ટ્રા કેલેરી ઘટશે.