ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર યુવાનોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં જૂનાગઢ, ધોરાજી અને ગોંડલના યુવાનોના કરુણ મોત નિપજતા તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સદ્દગત યુવાનોની આત્મ શાંતિ અર્થે મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી હતી. હાલ મોરારીબાપુની રામકથા ઇન્ડોનિયા ચાલી રહી છે. ત્યારે તેઓને ઉપરોક્ત આ દુર્ઘટનાના સમાચાર મળતા તેઓને દુ:ખની લગણી વ્યક્ત કરી હતી અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ 60 હજારની આર્થિક સહાય અર્પણ કરી હતી. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ગણેશગઢ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જયારે તળાજા તાલુકામાં બાઇક સ્લીપ થતા એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. મોરારીબાપુએ ઉપરોક્ત સદ્દગતોને પણ શ્રધ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારને રૂ. 45 હજારની આર્થિક સહાય અર્પણ કરી મૃત્યુ પામનારની આત્મશાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.